પુરાતત્વ ખોજ શિબિર:પાટણ પી કે કોટાવાલા આર્ટસ કોલેજ ઇતિહાસ વિભાગ દ્વારા પુરાતત્વ ખોજ શિબિર યોજાઈ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં "ઇતિહાસ વિભાગ" દ્વારા પુરાતત્વ ખોજ શિબિરનું તારીખ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં,પ્રા. ડૉ. જી. પી. શ્રીમાળી દ્વારા પાટણનાં સ્થાપત્યોનાં ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો.આ શિબિરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજો માંથી લગભગ 60 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડૉ. જી. પી. શ્રીમાળી દ્વારા પ્રાચીન ઈતિહાસની ઝાંખી કરવામાં આવી.

પાટણનાં સ્થાપત્યો, રાણકી વાવ, સહસ્ત્રલીંગ સરોવર, પંચાસરા જૈન હસ્તપ્રતો અને જૈન કાસ્ટકલાનાં દેરાસરો વિશે વિદ્યાર્થીઓને વિગતવાર સમજાવવામાં આવ્યાં. પાટણનો ઈતિહાસ રાજાઓ, ઉત્તર ગુજરાતનાં વિવિધ મંદિરો, વાવ, તળાવ, કૂવાઓ અને હસ્તપ્રતો તથા તાંબાનાં વાસણો, કાસ્ટકલાનાં નમૂના અને વિવિધ સિક્કાઓનો વિસ્તૃત અહેવાલ આપ્યો. 84 બજાર, સિદ્ધહેમશબ્દાનું શાસન, પાણીની પ્રાચીન વ્યવસ્થા વગેરે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ સમગ્ર વ્યાખ્યાનને સુંદર રીતે માણ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...