સરકાર દ્વારા 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વને ઘર ઘર સુધી લઈ જવા હર ઘર ત્રિરંગા કાર્યક્રમ આપયો છે ત્યારે પાટણ શહેરમાં 30000 ત્રિરંગા ધ્વજ વિતરણ કરવા માટે નગરપાલિકાને અપાશે. જેમાં નગરપાલિકાના સ્વભંડોળમાં ખર્ચ કરવાની ગણતરી હાલમાં કરાઈ રહી છે .જોકે સોમવારે એનજીઓ સાથે બેઠક યોજી તેમના મારફતે ખર્ચ થાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે .
ઘર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંગે સરકારી તંત્ર અને ભાજપ પણ તેમની રીતે આયોજનમાં વ્યસ્ત બન્યા છે ત્યારે શહેરમાં કેટલા ધ્વજ વિતરણ કરાશે તે સ્પષ્ટ થયું ન હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા અ વર્ગની નગરપાલિકાઓને 30000 ધ્વજ મોકલી અપાશેે અને તેના વિતરણ ખર્ચની જવાબદારી જે તે નગરપાલિકા દ્વારા વહન કરવાની રહેશે તેવું નક્કી કરાયું છ.
જેમાં પાટણ નગરપાલિકાને રૂ.21ની કિંમતનો એક એવા 30000 ત્રિરંગા ધ્વજ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા મોકલી અપાનાર છે જેને લઇ શનિવારે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કચેરીના સ્ટાફ દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરી હતી.નગરપાલિકા જાતે ખર્ચ ઉઠાવશે તો એકલા ધ્વજનો ખર્ચ રૂ.6.30 લાખ જેટલો થશે. આ સિવાય ધ્વજ ફરકાવવા માટે ધજા દંડ પણ આપવો પડશે.જોકે તેની વ્યવસ્થા અંગે સૂચવાયું નથી, જેને લઇ પાલિકા તંત્ર ખર્ચને લઈ દ્વિધામાં મુકાયું છે.
સ્વભંડોળ કે એનજીઓથી ખર્ચ કરાશે
પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું કે પ્રાદેશિક કચેરી ખાતેથી ધ્વજ ફાળનાર છે, જેના માટે સ્વભંડોળ અને એનજીઓનો સહયોગ એમ બે વિકલ્પ ખર્ચ માટે રહે છે. જોકે આ ખર્ચ પાલિકા માથે નાખવામાં ન આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જોકે ખર્ચ અંગે કોઈ ચિંતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.