તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:પાટણ પાલિકા દ્વારા માત્ર એક રૂપિયાનાં ટોકનથી મૃતકોને મોક્ષધામ પહોંચાડવાની ઉમદા સેવા શરૂ કરી

પાટણ8 દિવસ પહેલા
 • એપ્રિલમાં 108 મૃતકોને એક રૂપિયાના ટોકનથી મોક્ષધામની સફર કરાવી

વર્તમાન કોરોના મહામારીનાં સંજાગોમાં કોરોના દર્દીઓ તો ઠીક મૃતકોને લઈ જવા વાહન મળતા નથી. અને મળે તો તેનાં આસમાની ભાડા વસુલાય છે. તેવા સંજાગોમાં પાટણ નગરપાલિકાની મૃતકો માટેની સેવા સરાહનિય બની છે. જેમાં પાટણ નગરપાલિકની શબવાહિની માત્ર એક રૂપિયાનાં ટોકન દ્વારા મૃતકોને મોક્ષધામ પહોંચાડવાની ઉમદા સેવા કરે છે.

મૃતકનાં સગા પાલિકા ખાતે આવીને શબવાહિની નોંધાવી શકે છે

આ અંગે નગરપાલિકાનાં વાહન શાખાનાં કર્મચારી નીતિનભાઈ રામીએ કહ્યું કે, મૃતકોને મોક્ષધામ સુધી પહોંચાડવા માટે નગરપાલિકાની શબવાહીની માત્ર એક રૂપિયાનાં ટોકનથી આપવામાં આવે છે. આ માટે મૃતકનાં કોઈપણ સગા પાલિકા ખાતે આવીને શબવાહિની નોંધાવી શકે છે. અમે નોંધણી ક્રમની અગ્રતા મુજબ શબવાહિની મૃતકની સેવાર્થે મોકલીએ છીએ.

એપ્રિલ માસમાં આ શબવાહિનીની દ્વારા 108 મૃતકોને મોક્ષધામ પહોંચાડવા માટે સેવા લેવાઈ છે. આમ શબવાહીનીનું કામ પણ 108 જેવું જ બન્યુ છે. જેમાં 26 એપ્રિલનાં રોજ એક દિવસમાં સૌથી વધુ 10 વાર શબવાહિનીને મતૃકોની અંતિમક્રિયા માટે લઈ જવાઈ હતી. આ સેવામાં કોરોના તથા રેગ્યુલર બંને પ્રકારનાં મૃકતો માટે શબવાહિની મૃતકનાં સ્વજનો કહે તે રીતે પાટણની હિન્દુ સ્મશાન ભૂમિ, હરિહર સ્મશાન ભૂમિ કે પદ્મનાથ સ્મશાન ભૂમિ ખાતે સેવાર્થે મોકલવામાં આવે છે.

જોકે, કોરાનાના માહોલમાં જન સ્વાસ્થ્યને ધ્યાને લઈને શબવાહીનીનાં દરેક વખતનાં ઉપયોગ પછી તેને ફાયર વિભાગ દ્વારા ફાયટર ફાયર વડે પાણીની ધોઈને સાફ કરવામાં આવે છે અને તેને સેનિટાઈઝ પણ કરવામાં આવે છે. આમ છતાં અવિરત સેવા બજાવતાં અમારા ડ્રાયવરોની સલામતીને ધ્યાને લઈને તેનાં ઉપયોગ વખતે અમે લોકોને કેબિનમાં ન બેસવા માટે સમજાવીએ છીએ.

નગરપાલિકાની શબવાહીનીનાં ડ્રાવયર કીર્તિભાઈ રબારી કહે છે કે, કોઈ મૃતકનાં સગા શબવાહિની નોંધાવી જાય એટલે અમે તુરંત સેવા આપવા પહોંચી જાઈએ છીએ. કોરોનાનાં મૃતક હોય તો અમને પણ બીક લાગે છે, પરંતુ આ એક પ્રકારે સેવાકીય કાર્ય હોઈ અમે સળંગ ફરજ અદા કરીએ છીએ. શબવાહીનીનાં અન્ય ડ્રાયવર તીર્થ રાઠોડે કહ્યું કે, આવા કપરા સંજાગોમાં પણ અમે અમારા જીવની પરવા કર્યા વગર ધર્મનું કામ સમજી ફરજ બજાવીએ છીએ. અમે ઘર જઈએ ત્યારે પરિવારજનોથી દૂરી જાળવી રાખીએ છીએ. અમારા ઘરે બાળકો હોવા છતાં આ કાર્યને મહત્વતા આવીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ.

મૃતકો માટે એક રૂપિયાના ટોકન દ્વારા શબવાહિનીની સેવા પુરી પાડવાનાં આ કાર્યની શહેરીજનો દ્વારા પ્રસંશા થઈ રહી છે. કોરોના મૃતકાનાં શબને લઈ જવા વાહનો મળતા નથી. ત્યારે નગરપાલિકાની આ સેવાથી અનેક મૃતકોનાં સગાઓ શુભાશિષ પાઠવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો