નિર્ણય:પાટણ પાલિકા સફાઈ કામ માટે રૂ. 2.50 કરોડનાં વાહન ખરીદશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ નાના ટ્રેક્ટર, તેની ટ્રોલીઓ, નાનું જેસીબી ખરીદાશે
  • સરકારે બજેટ ફાળવ્યું, પોર્ટલથી ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણમાં સફાઈ કામ બરાબર થાય માટે પાલિકા સ્વચ્છતા શાખા દ્વારા નવીન સાધનો વસાવવામાં આવનાર છે. આ માટે સરકાર દ્વારા રૂ. 2.50 કરોડ ખર્ચ કરવા જોગવાઈ કરી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળા અને બીમારીનું પ્રમાણ શહેરમાં વધી રહ્યું છે ત્યારે ફોગિગ મશીનો તમામ વોર્ડમાં અલગ અલગ વસાવવામાં આવે તેવી માગ થઈ રહી છે.

પાલિકા સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે સરકાર દ્વારા 2.50 કરોડ બજેટ ફાળવાયું છે જેમાંથી ત્રણ નાના ટ્રેક્ટર, તેની ટ્રોલીઓ, નાનું જેસીબી વગેરે નવા સાધનો જેમ પોર્ટલ મારફતે ખરીદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. બે નવા ફોગિગ મશીન પણ માગવામાં આવ્યા છે.

પાલિકા વિસ્તારમાં ચોમાસા પછી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે તેને પગલે પાલિકા દ્વારા બંધ પડેલા ચાર પૈકી બે મશીન રીપેર કરાવી ધૂમાડો છંટકાવ શરૂ કરાયો છે. પરંતુ અન્ય સભ્યોના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ પોણા બે લાખ જનસંખ્યા છે અને 84000થી વધુ મિલકતો આવેલી છે તે જોતાં ચાર કે છ ફોગિગ મશીન પૂરતા નથી.

અન્ય સમાચારો પણ છે...