વિસ્તારો પ્રમાણે વહિવટી ચાર્જ:પાટણ પાલિકાએ આખરે કોલાનાં વિસ્તાર દીઠ રૂા. 2000થી રૂા.9000નો વહિવટી ચાર્જ વસૂલવા આખરે નિર્ણય

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં ઉનાળાની ઋતુમાં શેરડીનાં કોલા, સરબતની લારીઓ સહિતનાં ઠંડા પીણાનાં માંડવા અને રાવટીઓ ખડકાઈ ગઈ છે અને આડેધડ ઉભી થઇ ગઇ છે. પાટણ નગરપાલિકાએ આ વખતે શહેરમાં જાહેર સરકારી જગ્યાઓ ઉપર શેરડીનાં કોલાં મુકવા માટે હરાજી કરવાનું ટાળી દીધું છે અને 10બાય10 ફૂટની જગ્યાનાં માસિક રૂ9000નો વહિવટી ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણય અન્યાયકર્તા અને તમામ વિસ્તારો માટે સુસંગત ન હોવાથી શહેરનાં વિસ્તારો પ્રમાણે તેનો વહિવટી ચાર્જ વસૂલવા માટેનો સૂર નગરપાલિકાનાં સભ્યોમાંથી ઉઠ્યો હતો. જેનાં પરિણામે પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસરે શહેરમાં વિસ્તાર દીઠ વહિવટી ચાર્જ વસુલ કરવાનો નિર્ણય કર્યો છે.

જેમાં પાટણનાં રતનપોળથી હિંગળાચાચર રેલવે સ્ટેશનથી રાજમહેલ રોડ હિંગળાચાચરથી જુનાગંજ બજારથી બેબાશેઠનાં ગેટ સુધી તેમજ પાટણ ડીસા ત્રણ રસ્તાથી લીલીવાડી સિવાયના બહારના વિસ્તારોમાં માસિક દર લેખે વહીવટી ચાર્જ રૂા. 6000 વસુલ કરવા. સ્થાઇ સરબતી ગોળાની લારીવાળા જ્યુશ સેન્ટર વાળા તેમજ તરબુચની હાટડીવાળાના કોટ વિસ્તારની અંદર માસિક દર રૂ.3000 વહીવટીચાર્જ પેટે વસુલ કરવા તેમજ કોટ વિસ્તારની બહારમાં રૂા.2000 વહીવટીચાર્જ પેટે વસુલ કરવાનો નિર્ણય કરાયો હતો.
​​​​​​​કયા વિસ્તારમાં કેટલો ચાર્જ લેવાશે ?
રતનપોળથી હિંગળાચાચર રેલ્વે સ્ટેશનથી રાજમહેલ રોડ, હિંગળાચરથી જૂનાગંજ બજાર તથા જુનાગંજ બજારથી બેબાશેઠના ગેટ સુધી તેમજ ડીસા ત્રણ રસ્તાથી લીલીવાડી સુધીના વિસ્તારોમાં માસિક દર લેખે વહીવટી ચાર્જ રૂા.9000 વસુલ કરવા તેમજ કોટ વિસ્તાર બહારના તમામ વિસ્તાર તેમજ ઉપર દર્શાવેલ તમામ વિસ્તાર સુધીનાં વિસ્તારોમાં માસિક દર લેખે વહિવટી ચાર્જ રૂા. 9000 વસુલ કરવો. તેમજ કોટ વિસ્તાર બહારનાં તમામ વિસ્તારો તેમજ ઉપર જણાવેલ તમામ સિવાયનાં બહારનાં વિસ્તારોમાં માસિક દર લેખે વહિવટી ચાર્જ રૂા.6000 વસુલ કરવા તથા સ્થાઇ સરબતી ગોળાની લલીવાળા, જ્યુસ સેન્ટરવાળા તેમજ તરબુચની હાટડીવાળાનાં કોટ વિસ્તારની અંદર માસિક રૂા. 3000તથા કોટ વિસ્તારની બહારમાં રૂા.2000 વહિવટીચાર્જ વસુલ કરવાનો આદેશ ચીફ ઓફીસર, ઇ.બા. લાગત, કારોબારી ચેરમેન તથા પ્રમુખે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...