તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાટણ પાલિકા પ્રથમ સામાન્ય સભાની તારીખ સુધી નિર્ણયો કે સામાન્ય સભા બોલાવી શકે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ પાલિકાની સત્તાધીશ બોડીની 5 વર્ષની મુદત પૂરી

પાટણ જિલ્લામાં પાટણ નગરપાલિકાની ચૂંટાયેલી સત્તાધીશ બોડીની પાંચ વર્ષની મુદત પૂરી થઈ છે પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી યોજવામાં આવી નથી ત્યારે નગરપાલિકામાં વહીવટદાર મુકાશે કે પછી હાલની સત્તા પાંખને એક્સટેન્શન આપવામાં આવશે તેને લઈ પાલિકા સૂત્રોમાં અટકળો ચાલી રહી છે. જોકે એક્સ્ટેન્શન મળે તેવી શક્યતા વધારે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાલિકા માં હજુ સુધી વહીવટદાર મુકવા કે વર્તમાન બોડી ની એક્સ્ટેંશન આપવું તેનો નિર્ણય સરકાર દ્વારા કરાયો નથી પરંતુ હજુ 12 ડિસેમ્બર સુધી વર્તમાન બોડી નીતિ વિષયક નિર્ણયો કરી શકે છે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.નગરપાલિકામાં પાચ વર્ષ પહેલાં ચૂંટાયેલી પાંખની પ્રથમ સાધારણ સભા 12 ડિસેમ્બરે થઈ હતી એટલે ત્યાં સુધી વર્તમાન નગરપાલિકા મહત્ત્વના નીતિવિષયક નિર્ણય લઈ શકે અને પ્રમુખ ઈચ્છે તો સાધારણ સભા પણ બોલાવી શકે.

હવે કામો અટકી જશે તેવી અટકળો પણ થતી રહે છે પણ હાલમાં કોઈ કામગીરી અટકી પડવાની સ્થિતિ નથી. આગામી અઠવાડિયામાં વહીવટદાર કે એક્સ્ટેંશન નો નિર્ણય આવી જવાની સંભાવના છે. 2015માં પણ મુદત લંબાવવામાં આવી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો