લઠ્ઠાકાંડનો વિરોધ:પાટણ NSUI અને યુથ કૉંગ્રેસે કલેકટર કચેરી સામે કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું

પાટણ19 દિવસ પહેલા
  • મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે NSUI અને યુથ કોગ્રેસના કાર્યકરોએ પોલીસને ચકમો આપી લઠ્ઠાકાંડને લઈને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.NSUI અને યુથ કોગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

સૂત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાં માગ્યા
પાટણ શહેરની કલેક્ટર કચેરી સામે NSUI અને યુથ કોગ્રેસના કાર્યકરોએ બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડનો વિરોધ કર્યો હતો . પોલીસ ને ચકમો આપી કલેક્ટર કચેરી સામે ગૃહ મંત્રી અમિત શાહ નું પૂતળા દહન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિતશાહ ના પોસ્ટરો સળગાવી રાજીનામું આપો રાજીનામું આપો ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી
આ અંગે યુથ કોગ્રેસ ના ના પ્રમુખ ભાવેશ વાઢેર જણાવ્યું હતું કે NSUI અને યુથ કોગ્રેસ દ્વારા બોટાદ માં થયેલ લઠ્ઠાકાંડ ના વિરોધ માં સરકાર નું અને ગૃહમંત્રીનું પૂતળા દહન કર્યું છે રાજીનામુ માંગી રહ્યા છીએ. આગામી સમયમાં પણ આ વેચાણ ચાલુ રહેશે તો અમે રસ્તા ઉપર ઉતરી ઉગ્ર કાર્યક્રમો આપીશું.

આ પૂતળા દહન કાર્યક્રમ માં દાદુજી ઠાકોર, જયમીન પટેલ,ભાવેશ વાઢેર સહિત એન એસ યુ આઈ ના કાર્યકરો અને યુથ કોગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...