નગરદેવીની નગરયાત્રા:પાટણ નગરદેવી કાલિકા માતાજી પાલખીમાં બિરાજમાન થઈ સોમવારે નગરયાત્રાએ નીકળશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ સોમવારે માતાજી પાલખીમાં બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળશે. શ્રી માતાજીની પાલખી સોમવારે સાંજે ૫ વાગે નીજ મંદિરમાંથી નીકળી ફાટીપાળ દરવાજા થઈ, સાલવીવાડો, અભ્યાસગૃહ, ગોળશેરી, સુખડીવટ, દોશીવટ તથા ઘીકાંટા થઈ ત્રણ દરવાજા પાસે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સાંજે 6:30 વાગ્યે પહોંચશે. તે મંદિરમાં વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા માતાનો અભિષેક, પોડશોપચાર પૂજા, આરતી, સ્તુતિ વગેરે થશે. ત્યારબાદ માતાજીની પાલખી મદારસા, રતનપોળ તથા કનસડા દરવાજા થઈ સાંજે 7:30 વાગ્યે નીજ મંદિરમાં પરત આવશે અને મંદિરમાં પહોંચતાં જ ચાચરચોકમાં ખેલૈયાઓ રામ ગરમાની રમઝટ જમાવશે. રાત્રે 8 વાગ્યે માતાજીની મહાઆરતી થશે.

ત્યારબાદ રાત્રે 10 વાગ્યે માતાજી સમક્ષા યજ્ઞનો પ્રારંભ થશે. રાત્રે 1:30 વાગ્યેવાગે શ્રીફળ હોમાશે. રાત્રે 2:30 વાગ્યે માતાજીની વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર વડે સંધિપૂજા થશે અને વિવિધ વ્યંજનો મિશ્રીત માતાજીના ખંડ ભરાશે. માતાજીના અલૌકિક શૃંગાર દર્શન રાત્રિના ૩ વાગ્યા સુધી થશે.

અન્ય સમાચારો પણ છે...