વિશ્વ સંગ્રહાલય દિવસ:પાટણના મ્યુઝિયમમાં 200થી વધુ મૂર્તિઓ સહિત અન્ય શિલ્પ સ્થાપત્યોનો કરાયો છે સંગ્રહ

પાટણએક મહિનો પહેલા
  • પ્રાચીન ઇતિહાસના શિલ્પ સ્થાપત્યો લોકહૃદય સુધી પહોંચે અને પ્રવાસીઓમાં વધારો થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે
  • મ્યૂઝિયમના પ્રથમ અધિકારી દ્વારા પ્રવાસીઓને આકર્ષવા કાર્યકમ કરાઈ રહ્યા છે

આજે 18મી મે વિશ્વ સંગ્રહાલય દિવસ. સદીઓ જૂની સભ્યતા-સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના ઇતિહાસની સાચવણી એટલે જ સંગ્રહાલય. ગુર્જર ધરાની વાત કરવામાં આવે તો અહીંયા અનેક ઐતિહાસિક ધરોહર તેનો બોલતો પુરાવો છે. આજે વાત કરીએ વિશ્વ સંગ્રહાલય દિવસે તો પાટણના પ્રાચીન ઇતિહાસ જયાં સંગ્રહાયેલો છે એવા સંગ્રહાલયોની.

સમગ્ર ભારતમાં વિશ્વભરમાં જાણીતી વિરાસતો અને શિલ્પ સ્થાપત્યો આવેલા છે જેમાં કિલ્લા, વાવ, કોતરણીઓ, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા સહિત અનેક વિરાસત હાલ મોજુદ છે... ક્યાંક આવી વિરાસત વિકસિત હોય તેના માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે જયાં સદીઓ જૂના ઐતિહાસિક વારસો જોડાયેલો છે. ઐતિહાસિક અને પૌરાણિક પાટનગર એવા પાટણમાં પણ અનેક વિરાસતો આવેલી છે. રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ પટોળા મશરૂ આજે પણ જોવા મળે છે.

પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ રોડ પર એક દાયકા પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ મ્યુઝિયમમા 200 થી વધુ મૂર્તિઓ, શિલ્પ સ્થાપત્યો, શિલાલેખો, પ્રાચીન અને અર્વાચીન લીપીના શિલાલેખો પણ મોજૂદ છે .પણ આ મ્યુઝિયમમાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાને કારણે આ મ્યુઝિયમ મુલાકાત વગર સુનું પડ્યું છે. તેથી તાજેતરમાં મ્યુઝિયમ ખાતે નિયુક્ત થયેલા સૌપ્રથમ અધિકારીએ પુરાતત્વ વિભાગ અને સરકારના પ્રવાસન વિભાગને આ મ્યુઝિયમમાં સુવિધાઓ વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે વિશ્વ સંગ્રહાલયના દિવસે ગાંધીનગરના માણસાનું પરિવાર મ્યુઝિયમની મુલાકાતે આવી પહોંચ્યું હતું જયાં તેઓએ મ્યુઝિયમના અલગ અલગ વિશાળ હોલમાં પ્રાચીન પાટણના ઇતિહાસની વાતને તાજા કરતા બેનમુન શિલ્પસ્થાપત્યો-મૂર્તિઓ-તામ્રપત્રના સીલાલેખો સહિત અન્ય વિશાળ હોલમાં આવેલ પાટણના પ્રખ્યાત પટોળા બનાવતી આબેહુબ પ્રતિકૃતિ-બિંદુ સરોવરની ઉત્પત્તી તેમજ ગીર સોમનાથના ભવ્ય મંદિરના વેરાની મુકિત અંગેની પ્રતિકૃતિઓ નિહાળી અભિભુત થયા હતા.

પાટણ મ્યુઝિયમ આમ તો રાણીની વાવ નજીક છે પરંતુ જેટલો પ્રસાર -પ્રચાર સરકારે રાણીની વાવનો કર્યો છે તે પૈકી થોડો પણ પ્રસાર -પ્રચાર જો પાટણ મ્યુઝિયમનો કરવામાં આવે તો મ્યુઝિયમમાં પર્યટકોનો ઘસારો વધી શકે તેમ હોવાનું પ્રવાસીઓ કહી રહ્યા છે.

આ મ્યુઝિયમ ધમધમતું બને અને પયૅટકો રાણીની વાવની સાથે સાથે આ મ્યુઝિયમની પણ મુલાકાત લે તે માટે મ્યુઝિયમનાં અધીકારી મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, પાટણ મ્યુઝિયમમાં પ્રાચીન અવશેષોની સાથે સાથે પ્રાચીન શિલાલેખો પણ જોવા મળી રહ્યા છે. જે શિલાલેખો પર ઇતિહાસ કંડારેલ છે અહીં મ્યુઝિયમમાં પ્રાચીન અવશેષોની જાણકારી પણ પર્યટકોને જાણવા અને સમજવા મળી રહી છે.

સાથે સાથે તાનારીરી બહેનો ના મલ્હાર રાગની પ્રસ્તુતિ,બિંદુ સરોવરની ઉત્પત્તિ,કલ્પસૂત્ર નું પ્રથમ વખત વાંચન,સોમનાથ મંદિર ના મુંડકા વેરાની મુક્તિ વગેરેના સ્ટેચ્યુ બનાવી આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. મારી નિમણૂક ત્રણ મહિના પહેલા થઈ છે ત્યારે હવે જરૂરી સુવિધા અને ઉભી કરી છે છેલ્લા બે ત્રણ મહિના થી લોકો ને ઘસારો વધ્યો છે હજુ પણ વધુ માં વધુ લોકો આ મ્યુઝિયમ નિહાળે તેવી અપીલ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમમાં 4 તામ્રપત્ર છે,જે ચૌલુક્ય કાળના રાજવી કાલીન પ્રાચીન છે. જેમાં બે તામ્રપત્ર મહારાજા મૂલરાજદેવ પહેલાના શાસન વખતનું ઈ.સ. 987 સદીના છે જ્યારે બીજા બે તામ્રપત્ર મહારાજા ભીમદેવ બીજાના શાસનકાળ વખતના ઈ.સ 1231 સદી પ્રાચીન છે. આ તામ્રપત્રમા શું લખ્યું છે એ હજુ સ્પષ્ટ નથી. મહેન્દ્રસિંહ ના સુરેલા દ્વારા તામ્રપત્રનો અભ્યાસ કરવા માટે વડી કચેરી સાથે સંકલન શરૂ કર્યું છે.વિવિધ ભાષાના તજજ્ઞો પાસે તેનો અભ્યાસ કરાવાશે તેમ તેમણે જણાવ્યું હતું.મ્યૂઝિયમના અધિકારી દ્વારા પ્રવાસી ઓને આકર્ષવા કાર્યકમ કરાઈ રહયા છે. ત્યારે બુધવારે સાંજે વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે સીટી મ્યુઝિયમ ખાતે ઉજવણી સાંજે 7: 30થી 9:30 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે.તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...