તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પાટણ નગરપાલિકાનું 137 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરદરમાં વધારની ભલામણ નામંજૂર કરવામા આવી

પાટણ નગરપાલિકાનું વર્ષ 2020- 21 નું સુધારેલ તેમજ 2021 -22 નું સામાન્ય બજેટ 30 મંગળવારે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં જૂના દેવાનો ઉલ્લેખ ન કરીને આખરી ડ્રાફ્ટ્સમાં રૂ.13 કરોડ ઉપરાંતની ખાદ્ય ન દર્શાવી ખર્ચ ઘટાડવા અને આવક વધારવા ના સૂચન સાથે રૂ. 183.93 લાખની પુરાંત દર્શાવવામાં આવી છે.પાલિકાને અંદાજે 137 કરોડ 83 લાખથી વધુ સંભવિત આવક થશે. તેની સામે સંભવિત ખર્ચરૂ. 151 કરોડ થી વધારે થશે.

નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મંગળવારે સાંજે મળી હતી.જેમાં નવા નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે આવક કરતા નિભાવણી ખર્ચ વધારે હોવાના કારણે ભૂગર્ભ ગટર સેવા ,પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ, સફાઇ વેરામાં વધારો કરવાના અભિપ્રાયને સ્વીકારવામાં આવ્યા નથી. પાલિકાના સ્વભંડોળમાંથી વિકાસના કેપિટલ કામોમાં પણ કાપ મૂકવા , પાલિકામાં આવકના કાયમી સ્ત્રોત ઉભા કરવા લોક ભાગીદારી થી વિકાસના કામો કરવા , સો ટકા ઈ-ગવર્નન્સ પદ્ધતિથી વહીવટ કરવાના સૂચન ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે.

પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઈટ નું વાર્ષિક વીજ બિલ રૂ.8 કરોડથી વધારે આવતું હોઈ સોલાર પાવરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો.પાલિકાની આવક અને ખર્ચના અંદાજમાં બજેટનું કદ 1 અબજ 37 કરોડ 83 લાખ રૂપિયા છે. ગયા વર્ષે બજેટ 1 અબજ 42 કરોડ 51 લાખ રૂપિયા હતું .જેમાં ચાલુ સાલે ઘટાડો થયો છે.બજેટમાં આવકના 37 સોર્સ દર્શાવ્યા છે સામે ખર્ચ 132 હેતુઓ માટે થશે.

સરકારી આવકમાં ઘટાડો થશે
નગરપાલિકા દ્વારા વર્ષ 2020- 21 ના અંદાજપત્રમાં સરકાર દ્વારા મદદ ની આવક રૂપિયા 60 કરોડ 37 લાખ દર્શાવવામાં આવી હતી તેની સામે ચાલુ સાલે 42 કરોડ 66 લાખ જેટલી દર્શાવવામાં આવી છે એટલે કે તેમાં આવક ઓછી થતાં સરકારી પ્રવૃત્તિઓ ઓછી થશે. આ મુદ્દે વિપક્ષના ભરત ભાટીયા અને અપક્ષ ડોક્ટર નરેશ દવે એ સત્તાધીશ પાંખ માટે શરમજનક હોવાનું જણાવ્યું હતું.

નગરપાલિકા દ્વારા તેના આવકના સ્ત્રોતમાં ગયા વર્ષે નગરજનો પાસેથી વિકાસ ફાળા ની આવક રૂપિયા 5 કરોડ 38 લાખ દર્શાવવામાં આવી હતી જેની સામે ચાલુ સાલે 13 કરોડ 63 લાખ આવક દર્શાવવામાં આવી છે

સભાની શરૂઆતમાં વિપક્ષના ભરત ભાટીયા અને અપક્ષ સદસ્ય ડોક્ટર નરેશ દવે એ ચર્ચા દરમિયાન ગરમી લાવી હતી નરેશ દવે દ્વારા બગવાડા પેટ્રોલ પમ્પ પાછળ ની જમીન કબજો,ગીતાંજલી છાપરા પાસે નો પ્લોટ માં દબાણ ,ખાડિયામાં બાંધકામ ગેરકાયદેસર થયું એવા મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી જેની ચર્ચામાં ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ સભ્યો શૈલેષ પટેલ મુકેશ પટેલ જયેશ પટેલ તેમજ અન્ય એ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો