કામગીરી:પાટણ પાલિકામાં હવે નવી ગ્રાન્ટની બચત અને વ્યાજની આવક નહીં રહે

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશિક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે લેપ્સ નહીં જાય

પાટણ નગરપાલિકામાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને તેની ચૂકવણી પણ તરત જ કરી દેવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સિસ્ટમમાં બદલાવ આવ્યો છે. જેમાં ગ્રાન્ટની ચુકવણી કામના વર્ક ઓર્ડર આપવામાં આવે એ પછી કરવામાં આવે છે. આ ફેરફારના કારણે નગરપાલિકા પાસે ગ્રાન્ટ બચત વ્યાજની આવક રહેશે નહીં અને નવી ગ્રાન્ટ લેપ્સ જશે નહીં તેવું સૂત્રોએ જણાવ્યું હતું. નગરપાલિકા વિસ્તારમાં સરકારની અલગ અલગ યોજનાઓ હેઠળ અલગ અલગ હેતુ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તેમાં ઘણી ગ્રાન્ટોની રકમ વપરાયા વગર પડી રહેતી હોય છે.

કેટલીક ગ્રાંટમાં કામ પછી બચત પણ રહેતી હોય છે. સામાન્યતઃ નવેમ્બર-ડિસેમ્બર માસમાં માર્ચ એન્ડિંગના કારણે બાકીના કામો ઝડપથી પૂરા કરવા માટે ગતિવિધિઓ તેજ બની જતી હોય છે. તાજેતરમાં અગાઉના રોડ રસ્તાના કામો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવેલી છે, જે પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં તેના વર્ક ઓર્ડર આપવામાં આવે તેવી સંભાવના છે.

ત્રણ જેટલા નેગોશીયેશન હાથ ધરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા પાસે આવતી સરકારની ગ્રાન્ટમાંથી જે બચત રહેતી હતી અને તેનું જે વ્યાજ જમા થતું હતું તે વ્યાજમાંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના આયોજન હેઠળ પાલિકાનું હાલનું નવીન ભવન નિર્મિત કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સુવિધાપૂર્ણ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...