પાટણ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી માખણીયા તળાવ ખાતે ઠલવાતા ભૂગર્ભ ગટરના પાણીમાંથી પેદા થતી સ્લજ કાઢવા માટે શુક્રવારે ત્રણ વર્ષ માટે એજન્સી નિયુક્ત કરી હતી.પાછલી હરાજી કરતાં આ વખતે 50000થી વધારે આવક નગરપાલિકાને થશે.
પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે શુક્રવારે એજન્સી નિયુક્ત કરવા માટે હરાજી રાખી હતી. જેમાં 8થી 10 એજન્સી સામેલ થયા હતા જેમાં રૂ.2 લાખની અપસેટ પ્રાઈઝ રાખી હતી જેની બોલી બોલાતા સૌથી વધુ રૂ.2 લાખ 21 હજાર પટેલ દેવેશભાઇ જેઠાલાલે બોલી લગાવી હતી. પાલિકા દ્વારા બોલી આગળ વધે તે માટે પ્રયાસ કરાયો હતો પરંતુ ખર્ચમાં પરવડતું નથી તેવું કારણ દર્શાવી એજન્સીઓ આગળ વધી ન હતી. હરાજીમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,ભૂગર્ભ ચેરમેન જયેશ પટેલ એન્જિનિયર કિર્તીભાઈ પટેલ વોટર વર્કસ ચેરમેન દીક્ષિત પટેલ વગેરે હાજર રહ્યા હતા .
ચીફ ઓફિસર સંદીપ પટેલે જણાવ્યું હતું કે પાલિકા જાતે સ્લજ કાઢવાનું કામ કરે તો ઓછામાં ઓછો રૂ.10 લાખ ખર્ચ થઈ જાય.એન્જિનિયર કિર્તીભાઈ પટેલ જણાવ્યું કે છેલ્લે ૧ લાખ ૬૫ હજાર જેટલી આવક થઈ હતી.માખણીયા ખાતે પાણી પુરવઠાની આવક ઘણી જ વધી છે તેને ધ્યાને લઈને આ વખતે 3 વર્ષની મુદત રાખી છે. અગાઉ માખણિયા તળાવનું ફિલ્ટર પાણી હવે માત્ર રૂ.1000 પિયત ચાર્જથી આપવા નિર્ણય લેવાયો હતો જેનો અમલ થઈ ગયો છે તેમ ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.