નિર્ણય:પાટણ પાલિકા 50 હજાર ડસ્ટબિન ખરીદશે, વેરો ભરનારને આપશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇની કામગીરી અસરકારક બનાવવા નિર્ણય

પાટણ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઇની કામગીરી અસરકારક અને સરળ બને તેમજ લોકો પણ જાગૃત થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં નગરપાલિકા દ્વારા 50,000 જેટલા ડસ્ટબિન ખરીદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મિલકત ધારકો વેરો ભરપાઇ કરે તેને આપવાનું આયોજન હાથ ધરાયું છે. શહેરમાં જાન્યુઆરી માસમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાનાર છે તેને ધ્યાને લઇને તેમજ સામાન્ય દિવસોમાં પણ સફાઈ સ્વચ્છતાની કામગીરી અસરકારક બનાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જેના માટે નવીન સાધનો જેવા કે ટ્રેક્ટર, જેસીબી, છોટા હાથી, પશુઓ માટે પાંજરુ, હેવી ફોગિંગ મશીન તેમજ ડસ્ટબિન સહિત અન્ય સાધનો પણ વસાવવામાં આવનાર છે જેના માટે ટેન્ડર પ્રક્રિયા માટે પ્રમુખ તરફ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ઘરે ઘરે લોકોમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકી દેવાય અને તેનો સંગ્રહ કરી નગરપાલિકા દ્વારા મોકલવામાં આવતા વાહનોમાં નિકાલ કરવામાં આવે તે માટે લોકોને ડસ્ટબિન આપવા આયોજન કરાયું છે. જેમાં 50 હજાર જેટલા કચરાપેટી વસાવી વેરો ભરપાઇ કરે તે ગ્રાહકોને આપવાની વિચારણા કરાઈ છે

અન્ય સમાચારો પણ છે...