• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan Municipality Took Strict Action Against Tax Arrears Property Owners, Notices Were Also Issued To Government Offices.

બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ:પાટણ પાલિકાએ વેરા બાકી મિલકતધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી, સરકારી કચેરીઓને પણ નોટિસ ફટકારાઈ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા શહેરના વેરા બાકી મિલકત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે શુક્રવારના રોજ વેરા શાખાની ટીમ દ્વારા શહેરના બાકી વેરા મિલકત ધારકોના નિવાસ્થાને તેમજ મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સાથે સરકારી કચેરીઓના બાકી વેરાની નોટિસ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી હતી.

મિલકતધારકોને નોટિસ ફટકારી
પાટણ નગરપાલિકાના બાકી વેરાની વસુલાત માટે વેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી બાબતે અધિકારી લક્ષ્મણ પટેલે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા અને વર્ષોથી કેટલાક બાકી વેરા મિલકતધારકો દ્વારા પોતાના બાકી વેરાની ભરપાઈ ન કરતા તેઓના નિવાસ સ્થાન અને મોહલ્લા, પોળો અને સોસાયટીમાં જઈ નોટિસ લગાવવામાં આવી છે. સાથે સાથે પાટણની સરકારી કચેરીઓની લાખો રૂપિયાની બાકી વેરાની વસૂલાત માટે પણ પાલિકા વેરા શાખાની ટીમ દ્વારા કોઈની પણ શેહશરમ રાખ્યા વીના નોટિસો લગાવવામાં આવી બાકી વેરાની ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી છે.
પાટણના સરકારી કચેરીઓની બાકી વેરાની રકમ જોઈએ, તો પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 1,57,706 રૂપિયા, પાટણ તાલુકા પંચાયત કચેરીની 4,71,259 રૂપિયા, પેટા વિભાગ કચેરીની 1,94,110 રૂપિયા,પોલીસ ઈન્સ્પેક્ટર સી આઈ ડી ગુજરાત રાજય સર્કલ અને સબ જેલની 1,81,308 રૂપિયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સ્ત્રી અધ્યાપન મંદિરની 17,28,408 રૂપિયાની બાકી વેરાની વસુલાત માટે વેરા શાખાની ટીમ દ્વારા શુક્રવારના રોજ નોટિસ લગાવી બાકી વેરાની રકમ ભરપાઈ કરવા ફરજ પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...