તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની આવક વધી:પાટણ નગરપાલિકાને એપ્રિલ-મેમાં એડવાન્સ વેરા પેટે રૂ.6,27,70,000 ની આવક થઈ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલમાં રૂા.4.21 કરોડ અને મેમાં રૂા.2.15 કરોડની આવક
  • એડવાન્સ વેરા ભરાતા 29.37 લાખનું રિબેટ આપ્યું

પાટણ પાટણનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માં એપ્રિલ માસમાં પાટણની 80,000 જેટલી મિલકતોનાં ધારકો પાસેથી તેમની મિલકતનો એડવાન્સ વેરો લેવાનું શરુ કર્યુ હતું. આ એડવાન્સ વેરાની ભરપાઈ આ મહિનામાં કરવાથી પાણી અને સ્ટ્રીટ લાઈટ વેરામાં 10 ટકા રીબેટ આપવાની પ્રોત્સાહક યોજના હતી. જેમાં પાલિકાને એપ્રિલ - મેમાં એડવાન્સ વેરા પેટે રૂ.6,27,70,000 ની આવક થઈ છે.

મે મહિનામાં પણ આ પ્રકારે રિબેટવાળી યોજના ચાલુ રાખી

એપ્રિલ માસ પુરો થવાની તૈયારીમાં હતો. ત્યારે નગરપાલિકાએ વર્તમાન કોરોનાકાળને કારણે લોકોને વેરો ભરવામાં સરળતા રહે તે માટે સરક્યુલર ઠરાવ કરીને મે મહિનામાં પણ આ પ્રકારે રિબેટવાળી યોજના ચાલુ રાખી હતી. જેનાં કારણે પાટણ નગરપાલિકાને એપ્રિલ અને મે માસમાં રૂા.6,26,70,000 થઈ છે. જે રિબેટ સાથેની આવક છે. જેમાં રિબેટની આવક કપાઈ જાય છે.

મે માસમાં રૂ.2,15,60,053ની આવક થઈ

એપ્રિલ માસમાં રૂા.4,11,09,961ની આવક થઈ હતી. જયારે મે માસમાં રૂ.2,15,60,053ની આવક થઈ હતી. જ્યારે રિબેટ ચુકવ્યા વિનાની આવક રૂા.5.17કરોડની થઈ હતી. નગરપાલિકાએ રૂ.29,37,721નું રિબેટ ચુકવીને કરદાતાઓને પ્રોત્સાહન આપવાનાં કારણે તિજોરીને આટલી રકમનું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...