રાજ્ય સરકારની ભેટ:પાટણ નગરપાલિકાને અંદાજે રુપિયા 55 લાખની કિંમતનું વોટર બ્રાઉઝર પ્રાપ્ત થયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડના અગ્નિશામક દળને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક અંદાજે રૂ. 55 લાખની કિંમતનું વોટર બ્રાઉઝર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા આ વોટર બ્રાઉઝર પાટણ ફાયર બ્રિગેડમાં સામેલ કરવામાં આવ્યો હતો.

12 હજાર લિટર પાણીની કેપીસીટી
જિલ્લા મથક પાટણ ખાતે ફાયર બ્રિગેડના માળખાને સુદૃઢ કરવાના ભાગરુપે રાજય સરકાર દ્વારા આ નવું ફાયર વોટર બ્રાઉઝરની ફાળવણી કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 55 લાખની કિંમતના આ બ્રાઉઝરમાં 12 હજાર લિટર પાણીની કેપીસીટી છે.

ફાયર બ્રિગેડની ટીમમાં સાધનો
હાલમાં પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમમાં ત્રણ નાના વોટર બ્રાઉઝર, બે મોટા વોટર બ્રાઉઝર, ત્રણ ફાયર બુલેટ અને બે નાવડી છે. જેમાં આજે વધુ એક નવા મોટા વોટર બ્રાઉઝરનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...