પાટણ નગર પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા હાસાપુર ગામથી ઊંઝા અને સિદ્ધપુરને જોડતા ઇન્ટરયલ માર્ગનું પાટણ નગરપાલિકા દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂપિયા 64 લાખના ખર્ચે કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જે કામનો શુભારંભ સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા ઊંઝા અને સિદ્ધપુરને જોડતા હાસાપુર ખાતેના ઇન્ટરયલ માર્ગના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે, ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર સહિત નગર પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોને પણ વિકાસશીલ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પાટણ નગર પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા હાસાપુર ગામથી ઊંઝા અને સિદ્ધપુરને જોડતા ઇન્ટરયલ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ કામ પૂર્ણ થતા લોકોને ખુબજ ફાયદો થશે. તેઓએ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની વિકાસ શીલ કામગીરીને સરાહનીય લેખાવી પાલિકા પ્રમુખ સહિતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઇન્ટરયલ માર્ગના કામ નાં શુભારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ સહિત આ વિસ્તારના કોર્પોરેટરો તેમજ હાસાપુર ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.