તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:ફાયર સેફ્ટીની અરજીના નિકાલની પાટણ પાલિકા પાસે માહિતી જ નથી

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં સોથી વધુ હોસ્પિટલો આવેલી છે. પરંતુ તેમાં પાટણ સિવિલ હોસ્પિટલ, ધારપુર સિવિલ હોસ્પિટલ, જનતા હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટી સુવિધાની એન.ઓ.સી મેળવવામાં આવી છે. જોકે ગયા વર્ષે કરાયેલી દરખાસ્તમાં ગાંધીનગર ફાયર ઓફિસર દ્વારા કેટલી હોસ્પિટલને ફાયરસેફ્ટીની એન.ઓ.સી આપવામાં આવી છે તેની જાણ નગરપાલિકાને થઈ નથી.

ગયા વર્ષે હોસ્પિટલો તેમજ અન્ય સેન્ટરોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચકાસણી કરાઇ હતી. જેના પગલે ફાયર સેફ્ટીની સુવિધા ન હતી તેમણે ફાયર સેફ્ટીની સાધનસામગ્રી ફીટ કરાવી હતી. અને તેની એન.ઓ.સી માટે પાલિકાને રજૂઆત કરી હતી. પરંતુ પાટણમાં ફાયર ઓફિસર ન હોઈ 200થી વધુ અરજીઓ ગાંધીનગર ખાતે ફાયર ઓફિસરને એનઓસી માટે મોકલી અપાઈ હતી. જોકે આ પછી કેટલી હોસ્પિટલો એન.ઓ.સી આપાઈ છે. તેની જાણકારી પાલિકાને મળી નથી તેમ ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...