આક્ષેપ:પાટણ પાલિકા પાસે રોગચાળા નિવારણ માટે પૂરતી દવા નથી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ચૂનો અને ગેમેક્સિન પાવડર જ છે

પાટણ શહેરી વિસ્તારમાં પણ ખાસ કરીને મહોલ્લા અને ગંદા વિસ્તારોમાં વાયરલ ફીવર તેમજ અન્ય રોગચાળાના કેસ વધી જતા હોય છે. ત્યારે હાલની સ્થિતિમાં પાલિકાની સ્વચ્છતા શાખા પાસે ગેમેક્સિન પાવડર અને ચુના સિવાય બીજું કશું નથી. જંતુનાશક દવા બિલકુલ નથી અને ચીફ ઓફિસર ધ્યાન આપતા નથી તેવો આક્ષેપ સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે કર્યો હતો.

પાલિકા કચેરી ખાતે સ્વચ્છતા શાખાની કામગીરી અંગેની ચર્ચામાં ચેરમેને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં સ્વચ્છતા શાખા પાસે 200 થેલી ચુનો અને 100 થેલી ગેમેક્સિન પાવડર આ સિવાય બીજી કોઈ દવાઓ નથી. મચ્છરના નિયંત્રણ માટે 10 જેટલી દવાઓ અને પાણીમાં નાખવાના કેમિકલ જરૂરી હોય છે.

તેમણે જણાવ્યું કે જરૂરી સામગ્રી અંગે વેપારી સાથે નેગોશીએશન થયા છે પરંતુ દવા સામગ્રીના ભાવમાં કાપ મુકાયા પછી પણ ચીફ ઓફિસર સહી ન કરવાના કારણે સામગ્રી લાવી શકાતી નથી તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...