તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ રિઝલ્ટ:પાટણ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું, કોંગ્રેસનો રકાસ, જાણો વિજેતાઓ સાથેનું સંપૂર્ણ પરિણામ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2015ની ચૂંટણીમાં પાટણની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 80 બેઠકોમાંથી ભાજપને 24 અને કોંગ્રેસને 42 બેઠકો મળી હતી

પાટણ જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. 32 બેઠકમાંથી 21 ભાજપને અને 11 કોંગ્રેસને મળી છે. બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં 9 તાલુકા પંચાયત પૈકી 7 ભાજપ જ્યારે 2 કોંગ્રેસને ફાળે ગઈ છે. પાટણ,ચાણસ્મા, હારીજ,રાધનપુર,સમી, શંખેશ્વર, સાંતલપુર સીટ પર કમળ ખીલ્યું છે. તો સિદ્ધપુર અને સરસ્વતી આ બે સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે.

પાટણ નગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે. કુલ 44 બેઠકમાંથી ભાજપને 38 જ્યારે કોંગ્રેસને માત્ર 5 જ બેઠક મળી છે. તો અન્યને 1 બેઠક મળી છે. જિલ્લા પંચાયતમાં ગંજીસર સીટ પર ભાજપનો વિજય થયો છે તો હારીજ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.

પાટણ જિલ્લા પંચાયતમાં 32 બેઠકો માટે 1019 મતદાન મથકો પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 317830 પુરુષ અને 274555 સ્ત્રી મતદારોએ મતદાન કરતા સાંજે 6:00 સુધીમાં કુલ 592385 મતદારોએ કર્યું હતું કુલ 66.81 ટકા મતદાન થયું હતું ત્યારે વર્ષ 2015માં 67.89 ટકા મતદાન થયું હતું અગાઉ કરતા આ વખતે 1.08 ટકા મતદાન ઘટ્યું છે.

કોરડા બેઠક પર 71.44 ટકા મતદાન
આ વખતે સૌથી વધુ કોરડા બેઠક પર 71.44 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું કંબોઈ બેઠક પર 47.61 ટકા મતદાન થયું છે. વર્ષ 2015માં કોરડા બેઠક પર 65.31 ટકા અને કંબોઈ બેઠક પર 67.96 ટકા મતદાન થયું હતું આ વખતે 32 માંથી પાંચ બેઠક કમલીવાડા કારોડા રણુજ સાંતલપુર અને વામૈયા બેઠક પર મતદાનમાં વધારો થયો છે જ્યારે 26 બેઠક પર થોડા ઘણા અંશે મતદાનમાં ઘટાડો થયો છે.

2015નું રિઝલ્ટ
2015ની ચૂંટણીમાં પાટણની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 80 બેઠકોમાંથી ભાજપને 24 અને કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 32 બેઠકોમાંથી ભાજપને 10 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 168 બેઠકોમાંથી ભાજપને 52 અને કોંગ્રેસને 102 બેઠકો મળી હતી. એટલે કે 2015ની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ તો જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો