તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Patan MP Who Took The Corona Vaccine Ten Days Ago Received A Positive Corona Report, Appealing To All Those Who Came In Contact To Undergo The Covit Test.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પોઝિટિવ:દસ દિવસ પહેલા કોરોનાની રસી લેનાર પાટણના સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, સંપર્કમાં આવેલા તમામને કોવિટ ટેસ્ટ કરાવવા અપીલ કરી

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દસ દિવસ પહેલા કોરોનાની રસી લીધી હતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ પુન: વધી રહી હોય તેમ રોજ-બ-રોજ હજારો કેસ કોરોના પોઝિટિવના પ્રકાશમાં આવી રહ્યા છે. તો સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા વિનામૂલ્યે કોરોના રસીકરણ અભિયાન હાથ ધરી 45 વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

કોરોના રસી લેવાથી કોરોનાથી સુરક્ષિતતા સાથે રસીની કોઈ આડઅસર ન હોવાનું પણ કોરોના વેક્સિન લેનાર લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતી કોરોના વેક્સિન લેનારા અનેક વ્યક્તિઓને રસી લીધા બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સરકારના કોરોના અભિયાનને સમર્થન આપતા અમદાવાદની ખ્યાતનામ એપોલો હોસ્પિટલમાં 10 દિવસ પહેલા કોરોના ની રસી લીધી હતી.

જો કે રસી લીધા બાદ તેઓની તબીયત નાદુરસ્ત જણાતા તેઓ દ્વારા ગતરોજ કોરોનાનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એક તરફ સરકાર કોરોના સંક્રમણ અટકાવવા ભારતમાં તૈયાર કરાયેલી કોરોના વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરી રહી છે. અને સરકારની આ અપીલને લોકો પણ સહયોગ આપી ઉત્સાહભેર કોરોનાની રસી લઇ કોરોનાથી સુરક્ષિત રહેવા અને કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નશીલ બન્યા છે.

પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતી કોરોના રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત બનતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પાટણના સાંસદને પણ કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પાટણના સાંસદે તેઓના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાથી સુરક્ષિત રહેવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે.

ભારતમાં તૈયાર કરાયેલી કોરોના વેક્સિન કોરોના સામે લડવાની શક્તિ નિરર્થક સાબિત થઈ રહી હોય તેમ આમ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પાટણના જાગૃત સાંસદ કોરોના સંક્રમણમાંથી જલ્દી સ્વસ્થ બને અને તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોનાથી સુરક્ષિત રહે તેવી પાટણ લોકસભા મતવિસ્તારના મતદારો દ્વારા પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી રહી હોવાનું પાટણ સાંસદના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો