પોલીસ ગ્રેડ પે મામલો:પોલીસ કર્મચારીઓ સામે કરેલી કાર્યવાહી રદ્દ કરી દિવાળી ભેટ આપવા પાટણના MLAએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો

ગ્રેડ પે મામલે આંદોલન કરતા રાજ્યના પોલીસ કર્મચારીઓ સામે થયેલી ફરિયાદો રદ કરી તેમને દિવાળી ભેટ આપવી જોઈએ તેવો પાટણના ધારાસભ્યે રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી માગણી કરી છે.

ગ્રેડ પે સહિત જુદી જુદી માગણીઓ ને લઇ રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા છેલ્લા દસ પંદર દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કોઇપણ વિભાગના સરકારી કર્મચારીઓ પોતાની વ્યાજબી માગણીઓ માટે આંદોલન કરે તે તેમનો બંધારણીય અધિકાર છે.

આવી વ્યાજબી માગણીઓ માટે સરકારે હકારાત્મક રીતે વિચાર કરવો જોઈએ આવા આંદોલન કરનારા રાજ્યના 571થી વધુ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 19 થી વધુ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે બાબત યોગ્ય નથી.શિસ્તનાના નામે કરેલી કાર્યવાહી તેમના બંધારણીય અધિકાર ના ભંગ સમિત છે. જે તેમની નૈતિકતા પર ખરાબ અસર પેદા કરે છે સત્તા અને વહીવટી બાબતો નો દુરુપયોગ કરી કર્મચારીઓ સામે કરેલી કાર્યવાહી યોગ્ય નથી તેવો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં પોલીસ કર્મચારીઓ સામે કરેલી કાર્યવાહી અને ફરિયાદ રદ કરી સરકારે પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સત્વરે ઉકેલી તેમણે દિવાળી ભેટ આપવી જોઈએ તેવી માગણી કરવી છે.

અન્ય સમાચારો પણ છે...