તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:પાટણના ધારાસભ્ય દ્વારા ધારપુર હોસ્પિટલમાં એબ્યુલન્સ માટે રૂ. 4.97 લાખની ગ્રાંટ ફાળવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની આજુબાજુના દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને એબ્યુલન્સની ખરીદી કરવા જણાવ્યું

પાટણમાં કોરોના મહામારીને અનુલક્ષીને પાટણની જનરલ હોસ્પિટલમાં તેમજ ધારપુર હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે એબ્યુલન્સ વાનની ખરીદી માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી બંનેને રૂ. 4.97 લાખ પ્રમાણેની ગ્રાન્ટ ફાળવવા ભલામણ કરાઇ છે.

દર્દીઓ માટે એબ્યુલન્સની સુવિધા વધારવી જરૂરી

આ અંગે ધારાસભ્યે જિલ્લા આયોજન અધિકારીને ગ્રાન્ટ ફાળવવા કરેલ ભલામણમાં જણાવ્યું હતું કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ધારપુર ખાતે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કાર્યરત કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. તેમજ નોન કોવિડ દર્દીઓની સંખ્યા પણ રેગ્યુલર હોઇ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની અવર-જવર માટે એબ્યુલન્સની સુવિધા વધારવી જરૂરી છે.

સત્વરે કામગીરી હાથ ધરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું

હાલની કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા પાટણ જિલ્લાની આજુબાજુના દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલ ખાતે નવીન એબ્યુલન્સ વાહનની ખરીદી કરવા માટે રૂ.4,57,253 અને એમ્બયુલન્સ વાનના મોડીફિકેશનની કામગીરી માટે રૂ. 40,000 મળી કુલ રૂપિયા 4,97,253 ની ગ્રાન્ટ ફાળવવા તેમણે ભલામણ કરી ધારાફંડની ગ્રાન્ટમાં સમાવેશ કરી મંજૂરી આપી છે. તથા સત્વરે કામગીરી હાથ ધરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...