રજૂઆત:ઇંડા-નોનવેજની લારીઓ હટાવવા અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોનવેજની લારીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજ્યના શહેરોમાં જાહેર રસ્તા ઉપર ઉભી રહેતી વેજ અને નોનવેજની લારીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે શહેરોમાં જાહેર રસ્તા ઉપર ઉભી રહેતી વેજ અને નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય લીધે છે. રાજ્યમાં જાહેર સ્વચ્છતા અને સુખાકારી સચવાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે, પરંતું સાથે સાથે બેકારોને રોજગારી આપવી એ પણ સરકારની જવાબદારી છે.

ગુજરાત અને દેશની અંદર વર્ષોથી ગરીબ અને મધ્યમ પરિવારના લોકો જાહેર રસ્તા ઉપર વેજ નોન વેજના નાસ્તાની લારીઓથી કે કટલરી અને શાક્ભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જે સમગ્ર વહીવટીતંત્ર સારી રીતે જાણે છે.

રાજ્યની અને દેશની અંદર આવા નાના-નાના લારી ધારકો માટે અને તેમના અધિકારો માટે કાયદાઓ પણ બનેલા છે અને પરિપત્ર પણ થયેલા છે, જેના આધારે ઘણા બધા શહેરોની અંદર આવા લારી ધારકોને કાર્ડ પણ આપવામાં આવે છે. હવે એકાએક કેટલીક નગરપાલિકાના સંચાલકો અને અધિકારીઓને જાણે તત્વજ્ઞાન થયું હોય જાહેર રસ્તાઓ પરથી લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. તે બાબત યોગ્ય નથી.

ધીમે ધીમે અન્ય શહેરોની અંદર પણ જો આવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો ધણા બધા ગરીબ અને મધ્યમવર્ગના લોકો બેકાર બનશે અને તેઓને આત્મહત્યા કરવાનો વારો આવશે. સ્વચ્છતા અને સુખાકારીનું બહાનું લઇ નગરપાલિકાના સંચાલકો કે અધિકારીઓ આવી લારીઓ હટાવવા માંગતા હોય તો આવા લારીઓવાળાઓ માટે તેઓને આજીવિકા મળે એ માટે તેઓએ યોગ્ય વ્યવસ્થા પણ કરવી જોઇએ. મધ્યમ અને ગરીબ વર્ગના લારી ધારકોને આજીવિકા મળી રહે એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પત્ર લખી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...