માંગણી:યુનિવર્સિટીઓમાં લાયકાત વગરના કુલપતિઓને હોદ્દા પરથી દૂર કરવા પાટણના ધારાસભ્યએ રાજ્યપાલને રજૂઆત કરી

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર અને રાજ્યપાલ દ્વારા આ બાબતે તપાસ કરી લાયકાત અને નીતિ નિયમ વિરુદ્ધ નિમણૂક થયેલા કુલપતિઓને હટાવવાની માંગ

રાજ્યમાં શિક્ષણ ધામ સમાન યુનિવર્સિટીઓમાં લાયકાત વગર જ કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમજ જેને લઈ અનેક ગેરરીતિઓ થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે સત્વરે રાજ્ય સરકાર અને રાજ્યપાલ દ્વારા આ બાબતે સમગ્ર રાજ્યમાં તપાસ કરી લાયકાત અને નીતિ નિયમ વિરુદ્ધ નિમણૂક થયેલા તમામ કુલપતિઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ અંગે પાટણના ધારાસભ્ય દ્વારા સરકાર તેમજ રાજ્યપાલને રજૂઆત કરી લાયકાત વગરના કુલપતિઓને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી કરાઈ છે

રાજ્યમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક ગેરકાયદેસર કરવામાં આવી હોવાનો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતા સમગ્ર શિક્ષણજગતમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે કુલપતિ જેવા ઊંચા હોદ્દા પર લાયકાત અને નીતિ નિયમો વિરુદ્ધ નિમણૂક કરવામાં આવતા શિક્ષણનું સ્તર ઘટવાની સાથે શિક્ષણધામને કલંકિત કરતી ઘટનાઓ બનતી હોય છે. સત્વરે રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક મામલે થયેલી પ્રકિયા અંગે તપાસ કરવામાં આવે અને યુ.જી.સીના નીતિ નિયમ વિરુદ્ધ અને લાયકાત વગર નિમણૂક થયેલા કુલપતિઓને તાત્કાલિક હોદા પરથી દૂર કરવામાં આવે તેવી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાજ્યપાલ, શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...