એમ્બ્યુલન્સ અર્પણ:પાટણના ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી જનતા હોસ્પિટલને આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સની ભેટ અર્પણ કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમરજન્સીનાં સમયે આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ખુબ ઉપકારક બનશે: ધારાસભ્ય ડો.કિરીટ પટેલ

જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની જીવાદોરી સમાન પાટણ જનતા હોસ્પિટલને પાટણ મત વિસ્તારના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પોતાની ગ્રાંન્ટમાંથી સરકારે ફાળવેલી રકમનો દર્દીઓ માટે સદ્ ઉપયોગી કરીને આઇસીયુ એમ્બ્યુલન્સ અર્પણ કરી પોતાની સેવા ભાવનાને ઉજાગર કરી છે. પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવેલી આઇસીયુ એમ્બ્યુલન્સ સેવા મંગળવારના રોજ જનતા હોસ્પિટલને અર્પણ કરી દર્દીઓની સેવા માટે કાર્યરત બનાવવામા આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષે અલગ અલગ મત વિસ્તારના ધારાસભ્યોને શહેરી વિકાસ તેમજ અન્ય આરોગ્યલક્ષી સેવાઓ માટે અલગ અલગ રકમોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જે અનુસંધાને પાટણના સેવાભાવી અને જાગૃત ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલને સરકારે ફાળવેલ રૂા 37 લાખની ગ્રાંટ પૈકી 23.13 લાખની ગ્રાન્ટ તેઓ દ્વારા પાટણની જનતા હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવા માટે અર્પણ કરવામાં આવી હતી. ત્યારે મંગળવારના રોજ ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલે જનતા હોસ્પિટલના કેમ્પસ ખાતે ટ્રસ્ટી મનસુખભાઇ પટેલ તેમજ ડો.પ્રમોદભાઇ પટેલને એમ્બ્યુલન્સવાનની ચાવી સુપ્રત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાટણની જનતા હોસ્પિટલ એ ગરીબ દર્દીઓ માટે જીવાદોરી સમાન બની રહી છે ત્યારે અહીંયા આવતા દર્દીઓને નજીવા દરે અન્ય સ્થળે તેમજ અન્ય શહેરોમાં વધુ સારવાર અર્થે લઇ જવા માટે આ એમ્બ્યુલન્સવાન ઉપયોગી બની રહેશે અને આ હોસ્પિટલને ટ્રસ્ટીઓ વધુમાં વધુ પ્રગતિના શીખરોસર કરાવે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. પાટણના ધારાસભ્ય દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા માટે પોતાની ગ્રાન્ટનો સદ્ઉપયોગ કરી સેવાની ભાવના ઉજાગર કરતાં જનતા હોસ્પિટલ પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...