પાટણ જિલ્લામાં ભૂમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીનું મોટા પ્રમાણમાં ખનન કરવામાં આવતું હોવાની ખાનગી બાતમીના આધારે પાટણ જિલ્લા ખાણખનીજ વિભાગે હારીજના ખાખલ ગામે ઓચિંતી રેડ કરી ગેરકાયદેસર ખનન કરી રહેલા પાંચ ડમ્પર સહિત એક હીટાચી મશીન ઝડપી પાડી દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસનદી સહિત અન્ય નદીનાળા અને વહોળાઓમાંથી બેરોકટોક પણે દિવસ રાત રેતીની મોટાપાયે ચોરી થઇ રહી છે. ત્યારે હારીજ તાલુકાના ખાખલ ગામની સીમમાં બેરોકટોકપણે ભુમાફીયાઓ દ્વારા કોઇપણ જાતની પાસપરમીટ વગર ગેરકાયદેસર રેતીનું મોટાપાયે ખનન થતું હોવાની બાતમીના આધારે પાટણ ખાણખનીજ વિભાગે ઓચિંતી રેડ કરી પાંચ ડમ્પર અને એક હીટાચી મશીન ઝડપી પાડી હારીજ પોલીસ સ્ટેશનને હવાલે કર્યું છે. ત્યારે પાટણ ખાણખનીજ વિભાગ દ્વારા ડમ્પરના માલીક સામે દંડકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.