તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સપ્તાહનું વેકેશન:નાણાંકીય વર્ષના હિસાબોની કામગીરીને પગલે પાટણ માર્કેટયાર્ડ એક સપ્તાહ સુધી સદંતર બંધ રહેશે

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવસમાં હજારો ખેડૂતો અને વેપારીઓની ચહલ-પહલથી ધમધમતું માર્કેટયાર્ડ સુમસામ બનશે

નાણાંકીય વર્ષના અંતિમ હિસાબોની કામગીરીને પગલે પાટણ માર્કેટયાર્ડ આગામી 25 માર્ચથી 01 એપ્રિલ સુધી એટલે કે એક સપ્તાહ સુધી સદંતર બંધ રહેશે. જ્યારે 02 એપ્રિલથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત-પેદાશોની આવકો શરૂ થઈ છે. હાલમાં માર્કેટયાર્ડમાં રાઈ, દિવેલા, રાજગરો, બાજરી, જીરું ,વરિયાળી જેવા પાકોની આવકથી માર્કેટયાર્ડ ધમધમતું થયું છે. નાણાંકીય વર્ષના અંતિમ હિસાબોની કામગીરીને પગલે પાટણ માર્કેટયાર્ડ 25 માર્ચથી 01 એપ્રિલ સુધી બંધ રહેશે. વેપારીઓના હિસાબો અને નાણાંકીય વ્યવહારોની કામગીરીને પગલે માર્કેટ યાર્ડમાં એક સપ્તાહ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે. 02 એપ્રિલથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે અને હરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ ખેત પેદાશોની આવક શરૂ થઈ છે. ધંધા-રોજગાર ફરી ધમધમવા માંડયા છે. હાલમાં માર્કેટયાર્ડમાં રાઈ, દિવેલા, રાજગરો, બાજરી ,જીરૂ વરિયાળી જેવા પાકોની આવક થઈ માર્કેટયાર્ડ ધમધમવા લાગ્યું છે. છેલ્લા દસ વર્ષ પછી રાયડાના ભાવમાં 200 રૂપિયા જેટલો ભાવ ઉંચકાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરનું નવા ગંજ માર્કેટ યાર્ડ દિવાળી વેકેશન બાદ ફરી ધમધમવા લાગ્યું છે. હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો માલ માર્કેટયાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના માલનુ ખરીદ-વેચાણ પૂરજોશમાં જોવા ચાલી રહ્યુ હતું. જે બાદ ગુરૂવારે ફરીથી 07 દિવસ માટે વેકેશન જાહેર કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો