તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લોનના હપ્તા ભરવા ન પડે તે માટે પાટણના શખ્સે ચારૂપના ફાયનાન્સર પર એસિડ છાંટ્યું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયનાન્સર પાટણ આવતા હતા ત્યારે સૂર્યનગર પાસેની ઘટના
  • ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણ અને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડાયા

સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના જયદીપ શંકરસિંહ રાજપુત ફોરીડો ફાઇનાન્સ કંપની ભાગીદારીમાં ચલાવે છે. જે મંગળવારે તેમના ગામથી બાઈક લઈ પાટણ ઓફિસે જઈ રહ્યા હતા. ત્યારેે સૂર્યનગર ફાટક બમ્પ પાસે એક્ટિવા પર આવેલા કેતુલભાઈ કનૈયાલાલ નામના શખ્સે તેના પર એસિડ છાંટતાં પાટણ સિવિલ અને બાદમાં ધારપુર રિફર કરાયા હતા.ઉલ્લેખનીય છે કે આ પટેલ કેતુલભાઈને ચારેક માસ અગાઉ વ્યાજ પેટે રૂ. એક લાખ લોન ઉપર આપેલા હતા. અને એનો દૈનિક હપ્તો રૂ. 500 નક્કી કરી કુલ 200 દિવસ માટે તેને લોન આપી હતી. લોન પેટે તેણે અત્યાર સુધી કુલ રૂ. 55000 ભરેલા હતા. અને તેણે છેલ્લા 40 દિવસના ભર્યા ન હતા.

ચઢેલ લોનના હપ્તા ભરવા અવારનવાર તેને ફોન કર્યા હતા અને મંગળવારે સવારે પણ લોનના પૈસા ભરવા જયદીપ રાજપૂતે તેને ફોન કર્યો હતો અને તે વખતે સાંજે પૈસા આપી દેવાની વાત કરી હતી ઉપરાંત પાટણના પ્રકાશકુમાર કનુભાઈ પટેલ અને હર્ષદભાઈ સવાભાઈ પટેલને પણ લોન આપી હતી. તેમાં આ કેતુલ પટેલ જામીન રહેલો હતો અને તે બંનેના હપ્તા બાકી છે. આ બાકી પૈસા પરત આપવા ન પડે એટલા માટે એસિડ નાખ્યું હતું તેવી પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જયદીપ શંકરસિંહ રાજપૂતે પાટણના કેતુલ કનૈયાલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...