હુકમ:ચેક રિટર્ન કેસમાં પાટણના શખ્સને 13 માસ સાદી કેદ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભત્રીજાને કેનેડા મોકલવાના વિઝા ન મેળવી આપતા ફીની રકમ પેટે આપેલ ચેક પરત ફર્યો હતો

બાલીસણાના પટેલ અશ્વિનકુમાર પરસોત્તમદાસના ભત્રીજા પરીક્ષિત ખોડીદાસ પટેલને વર્ષ 2013માં કેનેડા જવાનું હોઈ તેના બે વર્ષના વિઝા કઢાવવા પાસપોર્ટ વિઝા ઇમિગ્રેશનનું કામ કરતા પાટણના પ્રજાપતિ રાજુભાઈ મોતીભાઇ તેમજ તેમના સાળા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના પંકજભાઈ દેવાભાઈ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમણે આ કામ કરી આપવા માટે રૂ. નવ લાખ પાંચ હજાર તેનો ચાર્જ નક્કી કર્યો હતો. પરંતુ રકમ ચૂકવી દીધા પછી પણ વિઝાનું કામ ન થતાં અશ્વિનભાઈ પટેલે તેમના પૈસા પાછા માગતાં સામાવાળાએ લેણું ચુકવણી કરવા માટે વકીલ પાસે નોટરી કરી ખાતરી આપી હતી.

તેમજ આ પેટે રૂપિયા બે લાખના બે ચેક આઇડીબીઆઇ બેન્ક પાલનપુર શાખાના આપી એક માસ પછી ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. એક માસ પછી રૂ. બે લાખનો એક ચેક બેંક ઓફ બરોડા બાલીસણા શાખામાં જમા કરાવતા અપૂરતા બેલેન્સના શેરા સાથે પાછો ફરતાં પાટણ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એમ.બુખારી સમક્ષ ચાલી જતાં વકીલ એચ.એન પટેલની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને 13 માસની સાદી કેદ ઉપરાંત ચેકની રકમ રૂ. 3,40,000 વળતર પેટે 60 દિવસમાં ન ચૂકવી આપે તો વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...