તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાટણ મામલતદાર કચેરી 100 ટકા સ્ટાફ સાથે શરૂ થતાં દસ્તાવેજની નોધણી માટે લોકોની લાઇનો લાગી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, સંક્રમણ ન ફેલાય તેની સાવચેતી સાથે કચેરીઓ કાર્યરત

કોરોના સંક્રમણા હળવું થતાં સરકારી કચેરીઓ હવે 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થઈ ગઈ છે. જોકે, કોરોના હજુ સાવ ગયો ન હોઇ સાવચેતીના ભાગરૂપે વિવિધ શાખાઓમાં અરજદારોને એકસાથે પ્રવેશ આપવામાં આવતો નથી. પાટણમાં સરકારી કચેરીઓમાં ક્યાંક બે જણને તો ક્યાંક બારીએથી કામકાજ નિપટાવાઇ રહ્યું છે.

પાટણ મામલતદાર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કરીમાં દસ્તાવેજ નોંધણીમાં ઓનલાઈન ટોકન પહેલાં રોજ 37ને અપાતા હતાં જેને 10-10 મિનિટના અંતર અરજદારોને બોલાવી 37 અરજદારોના જમીન, મકાન પ્લોટ અને જમીન મોજણી ના દસ્તાવેજોની કામગરી કરવામાં આવી રહી છે. તો પુરવઠા શાખ માં રેશનકાંડમાં નામ કમી કારવવામ ઉમેરવા,તેમજ રેશનકાંડ કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે.

એક્ટિવિટી સેન્ટર ખાતે આવકના દાખલ, જાતિ નાદાખલ ,ક્રિમિનયલ ,સિનિયર, સીટીઝન, સોગંધનામ, પુરવઠા વિભાગની કામગરી પણ શરૂ કરાઇ આધાર કાંડ સેન્ટર પણ શરૂ કરાઇ છે. તો ઇધારા કેન્દ્ર ખાતે જમીનના ઉતારા કાઢવવા ઘસારો જોવા મળ્યો હતો. એક્ટિવિટીના સેન્ટર પર વારફરતી ત્રણ લોકોને બોલાવવામાં આવે છે. બપોર બાદ અરજદારોને ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કવિડગાઇડ લાઇનનું પાલન થઈ શકે.

સબ રજીસ્ટાર એમ એન સોલંકીએ જણાવ્યું હતું કે, સબ રજીસ્ટાર કચેરીમાં ઓન લાઇન અરજી કરવાની હોય છે. જેમાં 37 અરજદારને 10 મિનિટના અંતર વાર ફરતી સ્લોટ પ્રમાણે બોલાવવામાં આવે છે. જેના કારણે ટ્રાફિક પણ ના થાય અને સંક્રમણ પણ ના ફેલાય.

એટીવીટીના કર્મચારી હુસેન ભાઈએ જણાવ્યું હતું કે. એટીવીટી સેન્ટરમાં આવતા અરજદારોને વારફરથી બોલાવવામાં આવે છે .દરેકના આવકના દાખલા, સિનિયર સીટીઝન , નોનક્રિમિનિયલ,ઇ બી સી ના સર્ટી ઓનલાઈન કાઢ્યા બાદ વારાફરતી બોલાવી આપવામાં આવે છે સેન્ટર ખાતે ભીડ ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...