સામાન્ય રીતે રોજનાં 20નાં બદલે અત્યારે સરેરાશ 50 જેટલા દસ્તાવેજોની નોંધણી 15મી એપ્રિલથી જંત્રીના ભાવમાં વધારો થાય તે પૂર્વે જ દસ્તાવેજો નોંધાવવા માટે લોકો ભીડ જોવા મળે છે. પાટણ શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 14-4-2023થી જંત્રીનાં વધારવામાં દરોનાં અમલ શરુ થાય તે પૂર્વે જમીન-મિલકતોનાં ખરીદ વેચાણ થયેલા હોય તેવા વ્યવહારોમાં દસ્તાવેજોની નોંધણી માટે કોન્ટ્રાક્ટરો, જમીન અને મિલકતધારક, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરો વિગેરે અત્યારે ઉતાવળા બની રહ્યા છે. જેનાં પરિણામે અત્યારે પાટણની મામલતદાર કચેરીનાં સંકુલમાં આવેલી દસ્તાવેજ નોંધણીની રજિસ્ટ્રાર કચેરીમાં ખૂબ જ ઘસારો જોવા મળ્યો હતો.
પાટણની રજિસ્ટ્રાર કચેરીમાં સામાન્ય રીતે રોજનાં સરેરાશ ત્રીસેક દસ્તાવેજો નોંધાતા હોય છે. પરંતુ જ્યારથી સરકારે જંત્રીનાં ભાવોમાં વધારો કરવાની અને તેનો અમલ તા. 15-4-2023 થી કરવાની જાહેરાત કરી છે ત્યારથી આ બમણો ભાવ વધારો સહન ન કરવો પડે તે માટે દસ્તાવેજોની નોંધણી કરાવી લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઇને અત્યારે રોજનાં 50 થી 60 દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.