સન્માન:પાટણ લેઉવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ લેઉવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો હતો.જેમાં ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના 200થી વધુ તેજસ્વી તારલાઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સમારોહમાં હાજર સૌ મહેમાનો તથા સમાજનાં મેડીકલ કે ફીલોસોફીકલ ક્ષેત્ર ડોક્ટરેટ થયેલા ઉમેદવારો તથા સરકારી સેવામાં વિશિષ઼્ટ પદે નિમણુંક પામેલા ઉમેદવારોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં સમાજની કેળવણી ભાર મુકીને સૌને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉદય કુમાર મંદિર નં.1નાં ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સન્માન સમારોહનાં દાતાઓ રણછોડભાઇ પટેલ પરિવાર ઉપરાંત મહાનુભાવોમાં પાટણ મત વિસ્તારનાં ધારાનગર ડો. કિરીટભાઇ સી. પટેલ, સાગોડિયા શાળાનાં આચાર્ય રાજેશભાઇ પટેલ, વિષ્ણુભાઇ ભગવાનભાઇ પટેલ, ડો. સેવંતીલાલ કે. પટેલ તથા પાટણ નાગરિક સહકારી બેંકનાં ડીરેક્ટર આશિષકુમાર એસ. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી પ્રગતિ મંડળના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...