તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટણ LCB પોલીસે હારિજ હાઇવે પરથી વિદેશી દારૂની 820 બોટલ સાથે સ્વિફ્ટ કાર ઝડપી પાડી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે બુટલેગરોને કુલ રૂ. 2.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

પાટણ શહેર સહિત જીલ્લામાંથી અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોને સૂચના આપવામાં આવી છે જે સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસે મંગળવારના રોજ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી બે બુટલેગરોની અટકાયત કરી છે.

બનાવની મળતી હકીકત મુજબ, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દેશી તેમજ વિદેશી દારૂની હેરાફેરીને નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પાટણ એલસીબી પોલીસ દ્વારા મંગળવારના રોજ મળેલી બાતમીના આધારે હારિજ હાઇવે પ થી પસાર થઇ રહેલી ગાડીને ઉભી રખાવી તેની તલાસી લેતાં ગાડીમાં રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-820 કાર સહિત 2 લાખ 53 હજાર 369 લાખનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને આબાદ ઝડપી લઇ હારીજ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...