તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan LCB Police Nabbed A Gang Stealing Vehicles From Several Cities In The State, Including Ahmedabad. 10.70 Lakh Confiscated

ભેદ ઉકેલાયો:અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વાહન ચોરી કરતી ગેંગને પાટણ LCB પોલીસે ઝડપી પાડી, રૂ. 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ રાત્રીના સમયે બનાવટી ચાવીથી વાહનો ખોલતા અને લૂંટને અંજામ આપતા હતા
  • વાહનોની ચોરીને અંજામ આપનારા આરોપીઓ 3 બનાસકાંઠાના અને 1 રાજસ્થાનનો

પાટણ LCB પોલીસને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ વિસ્તારમાં વાહન ચાલકોને લૂંટી વાહનો લઈ જતી એક ગેંગને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. LCB પોલીસને બાતમી મળતાં ડીસા ત્રણ રસ્તા પાસેથી ચાર આરોપીઓને પોલીસે દબોચીં લીધા હતાં. જેમાં રૂ. 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદના માંડલ ગ્રામ્ય વિસ્તારમાંથી એક આર્ટીકા ગાડી સાથે ટેબ્લેટ સહિતની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. તે ઉપરાંત મહેસાણા, ઊંઝા, સાણંદ અને બેચરાજી સહિતના પોલીસ મથકોમાં પણ સંખ્યાબંધ વાહનચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ગતરોજ પાટણ LCB પોલીસ ડીસા ત્રણ રસ્તા પેટ્રોલિંગમાં હતી ત્યારે વાહનચોર ગેંગની બાતમી મળતાં પોલીસે તેઓને દબોચી લીધા હતા.

પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરતાં તેમણે અલગ અલગ વિસ્તારોમાં કરેલી વાહનોની ચોરીઓ કબૂલી હતી. જેથી પોલીસે ચોરાયેલા વાહનો પણ કબજે લીધા છે અને સંબંધિત પોલીસ મથકોને આ મામલે જાણ કરી છે .

વાહનચોરી કરનારી આ ગેંગના 4 સભ્યો ઝડપાયા છે. જેમાંથી 3 બનાસકાંઠાના રહેવાસી છે અને 1 રાજસ્થાનના શિરોહીનો છે. આરોપીઓ પાસેથી પોલીસે 1 કાર અને 10 બાઈક સહિત કુલ રૂ. 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાવટી ચાવીઓથી વાહનો ખોલી ઉઠાવતા
પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આ કેસ સંદર્ભે જણાવ્યું હતું કે, હાલમાં પૂછપરછમાં આ ગેંગે 1 કાર 9 બાઈક અને 1 એક્ટિવા સહિત કુલ 11 વાહનો ચોરીની કબૂલાત કરી છે. જોકે, હવે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ આરોપીઓ પાસેથી વધુ ભેદ ઉકેલાવાની સંભાવના છે. આ ગેંગના આરોપીઓ બનાવટી ચાવીઓથી વાહનોના લોક ખોલીને રાત્રીના સમયે ચોરીઓ કરતા તેમજ લૂંટ ચલાવતા હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે .

ઝડપાયેલી વાહનચોર ગેંગ
1. ગર્ગ (શ્રીમાળી) શૈલેષ રમેશભાઈ (રહે. વાસડા, તા. રેવદર, જિ. શિરોહી રાજસ્થાન)
2. પંડ્યા ગુલાબ રાજુભાઈ (રહે. માલગઢ જોધપુરીયા ઢાણી, તા. ડીસા, જિ. બનાસકાંઠા)
3. માળી સુરેશ રમેશભાઈ (રહે. માલગઢ મોટીધાણી, તા. ડીસા જિ. બનાસકાંઠા)
4. ઠાકોર નરેશ ગેનાજી (રહે. ડીસા, રાણપુર રોડ, રીજમેડ વાસ, તા. ડીસા. જિ. બનાસકાંઠા)

અન્ય સમાચારો પણ છે...