UPનો ગેંગસ્ટર ઝડપાયો:ઉત્તર પ્રદેશ સરકારે જે ગેંગસ્ટર પર 20 હજારનું ઈનામ રાખ્યું હતું તેને પાટણ એલસીબીએ ઝડપી પાડ્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ એલસીબીએ ઉતરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર કે જેના ઉપર ઉતરપ્રદેશ સરકાર દ્વારા રૂ 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે તેને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જીલ્લામાં રહેતા હોય અને ગુજરાત રાજ્ય તથા બહારના રાજ્યના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ સત્વરે પકડી પાડવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પાટણ એલસીબી પીઆઈ આર.કે. અમીનના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.પી.જાડેજા તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોએ હકીકત મેળવી ઉત્તરપ્રદેશ રાજયના ફીરોજાબાદ જીલ્લાના શિકોહાબાદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી નાસતા ફરતાં આરોપી પઠાણ (સિપાઇ મુસ્લીમ) જાવેદખાન કલ્લુભાઇ ગુલાબખાન ઉ.વ 34 રહે.હારીજ, અંબિકાનગર તા.હારીજ જી.પાટણવાળાને પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ હતો.

પાટણ એલસીબીએ ઝડપેલા સદરી આરોપી યુ.પી.ગેંગસ્ટર એક્ટના ગુનામાં સંડોવાયેલ હોય અને ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જેથી તેને પકડવા ઉપર ઉત્તરપ્રદેશ સરકાર દ્રારા રૂ.20,000/ ઇનામ જાહેર કરેલ હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...