શકુનિઓ ઝડપાયા:પાટણ એલસીબીએ હારિજમાંથી રૂ.10770 સાથે છ જુગારી ઝડપ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુરમાં વરલી મટકા રમાડતો શખ્સ ઝબ્બે

પાટણ અેલસીબી પોલીસ દ્વારા હારિજમાં જુગાર ધામ ઉપર રેડ કરીને છ શકુનીઅોને રોકડ રૂ.10770 સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે સિદ્ધપુરમાં વરલી મટકા રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. પાટણ અેલસીબી પોલીસે બાતમી અાધારે ગુરૂવારે બપોરે હારીજ ઇન્દીરાનગરમાં જુગાર રમતા છ શકુનીઅોને રોકડ રૂ.10770 સાથે ઝડપી પાડ્યા હતા.

તેઅોની સામે હારીજ પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. જયારે સિધ્ધપુર મંડી બજાર ખાતે ગુરૂવારે સાંજે વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સ ઠાકોર જયંતીજી અમરસિંહ રહે. સિધ્ધપુર રોકડ રૂ.1780 સાથે ઝડપી પાડ્યો હતો. તેની સામે સિધ્ધપુર પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

આમની સામે ફરિયાદ
પરમાર સુરેશભાઇ માવજીભાઇ, ઠાકોર બંચુજી તલાજી, રાઠોડ રવિકુમાર ચતુરભાઇ, વાલ્કીમી જયંતિભાઇ શીવાભાઇ, પરમાર રમેશકુમાર કાન્તીભાઇ અને મકવાણા બાબુભાઇ ઉકાભાઇ રહે. હારિજ અને ઠાકોર જયંતીજી અમરસિંહ રહે.સિધ્ધપુર

અન્ય સમાચારો પણ છે...