લોકાર્પણ:પાટણ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીને નવીન બ્લડ કલેક્શન વાન ભેટમાં મળી, કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની રેડક્રોસ સોસાયટી દ્વારા માનવ કલ્યાણના કાર્યક્રમો થતા રહે છે. લોકોને સુલભ મેડિકલ સેવા પ્રદાન કરવા માટે પાટણના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.મોહન પટેલ , ડૉ.જે.કે.પટેલ , ડૉ.મોનીશ શાહ અને ડૉ .અરવિંદ પટેલ તેમજ અન્ય સેવા ભાવિ ડોક્ટરો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની સહાય માટે પદમનાભ ચાર રસ્તા નજીક સુંદર રેડક્રોસ ભવન બનાવવામાં આવ્યું છે.

બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું
પાટણ રેડક્રોસ સોસાયટીને ગુજરાત રાજ્યની રેડક્રોસ સોસાયટી તરફથી પાટણ યુનિટને બ્લડ કલેક્શન વાન અગ્રતા ક્રમે ભેટ મળતા પાટણના રેડક્રોસ ભવન ખાતે શનિવારે એક નાનકડો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો .જેમાં પાટણના કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના વરદ હસ્તે બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન વાનને વધુ કેમ ઉપયોગી બનાવવી તેની માહિતી આપી
આ પ્રસંગે ડૉ.મોહન પટેલ , ડો.મોનીસ શાહ અને ડૉ.જે.કે.પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપી આ સંસ્થાના દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોકટરોને વિશેષ સેવાઓ અને બ્લડ કલેક્શન વાનને વધુ કેમ લોક ઉપયોગી બનાવવી તેની માહિતી આપી હતી .

ડો. અરવિંદે બ્લડ ડોનેશન કરી શુભારંભ કરાવ્યો
આ પ્રસંગે સંસ્થા માટે ડોનેશન એકત્રિત કરવા તિથિ દાનની જાહેરાત કરતા જગન્નાથજી મંદિર પાટણના મે.ટ્રસ્ટી પિયુષ આચાર્યેએ તેમના માતૃ સ્વ. ઉર્મિલાબેન આચાર્યના સ્મરણાર્થે રૂપિયા 5000 લખાવીને શરૂઆત કરાવી હતી.
આ સંસ્થાના સૌથી વધુ કર્મઠ કર્મચારી જયેશ ત્રિવેદીએ પિયુષ આચાર્યને સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિ અને સેવાઓથી અવગત કરાવ્યા હતા. આ બ્લડ કલેક્શન વાનમાં ડો.અરવિંદે સૌ પ્રથમ બ્લડ ડોનેશન કરી શુભ શરૂઆત કરાવી હતી.

પાટણના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં
આ પ્રસંગે એક વર્ષમાં પાંચ બ્લડ ડોનેશન કેમ્પ કરી આપવાની જાહેરાત જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્યેએ જાહેરાત કરતાં ઉપસ્થિત મહાનુંભાવોએ તાળીઓથી વધાવી હતી. પાટણ રેડક્રોસ ભવન ખાતે આયોજિત બ્લડ ડોનેશન વાનના શુભારંભ પ્રસંગે પાટણના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...