તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:સેવ ધ સેવિયરનાં નારા સાથે પાટણ આઈએમએ દ્વારા વડાપ્રધાનને ઉદ્દેશી આવેદનપત્ર અપાયુ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ બેનરો અને પ્લે કાડૅ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

આઇ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી)ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓના આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર'નાં નારા સાથે શાંતિ - વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેને પાટણ આઈ એમ એ દ્વારા સમથૅન આપી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

પાટણ આઈ એમ એ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે. ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગ કરે છે તેવું જણાવ્યું હતું.

આઇ એમ એ પાટણ ના સભ્યો દ્વારા વિવિધ બેનરો તથા , "સેવ ધ સેવિયર" ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરવા મા આવ્યો હતો. ભારતના વડાપ્રધાનને ઉદ્દેશી તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર મોકલવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ એમ એ પાટણ બ્રાન્ચ ના પ્રમુખ ડો.હીનેશ મોદી, મંત્રી ડો.નિલેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...