તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઝાદી કા અમૃત મહોત્સવ:પાટણમાં સ્પોર્ટ્સ સંકુલથી રાણકીવાવા સુધીની ફીટ ઈન્ડિયા ફ્રીડમ દોડ યોજાઈ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિટ ઇન્ડિયા ફ્રીડમ દોડમાં 142 લોકો જોડાયા હતા

પાટણ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા કીડમ રન -2 ના ભાગરૂપે આજે જિલ્લા સ્પોર્ટ્સ સંકુલથી વિશ્વ વિરાસત રાણીની વાવ સુધીની દોડ યોજાઈ હતી . ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન -2 અંતર્ગત આજે પાટણ ખાતે ભાઈઓની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 6 ડીએલએસએસ કોચીજ, સીનીયર કોચ, 18 ઈનસ્કૂલ ઈન્ડિયા ફ્રીડમદોડ ટ્રેનર સહિત કુલ 142 દોડવીરો જોડાયા હતા.

પાટણ જિલ્લા રમતગમત સંકુલ ખાતેથી લીલીઝંડી દર્શાવી દોડનું પ્રસ્થાન કરાયું હતું. સ્પોર્ટ્સ સંકુલથી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ સુધીના રૂટમાં દોડ યોજાઈ હતી. જે પરત સંકુલ ખાતે આવી હતી. દોડ પૂર્વે પાટણના પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી પ્રાપ્તિ સોનીએ ઉપસ્થિત સૌને સ્પોર્ટ્સને અનુરૂપ મહત્વની માહિતી અને માર્ગદર્શન કર્યું હતું.

આ પ્રસંગે પ્રાપ્તિના માતુશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દોડવીરો ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા. દોડ દરમ્યાન સલામતી સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા તેમજ મેડિકલ સારવાર માટે 108ની સેવાઓ પુરી પાડવામાં આવી હોવાનું સિનિયર કોચ આનંદ નહેરાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...