પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ ખાતે ભારત સરકારના જી-20 પ્રેસીડેન્સીની સંભાવનાઓ અને વચનો સંદર્ભે એક દિવસીય નેશનલ સેમીનાર કુલપતિ ડો.રોહિત દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ભારત સરકારના યજમાનપદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આગામી સમયમાં ભારતમાં યોજાનાર વિશ્વના 20 દેશો એટલે કે જી-20 સમીટમાં સમગ્ર વિશ્વમાં યુધ્ધ સહિત ગ્લોબલ વોર્મિંગ તેમજ અન્ય સમસ્યાઓમાં વિશ્વના દેશોએ કેવો સાથ સહયોગ આપવો તે માટે વડાપ્રધાન મોદી દ્વારા આગવી તૈયારીઓ કરવામાં આવી છે .
જે સંદર્ભે યુનિવર્સિટીના અંગ્રેજી ભવન ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા જી-20નું નેતૃત્વ કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુક્રેન-રશિયા યુધ્ધ વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ સમસ્યા, વિશ્વના દેશોની રાજકારણ નીતિ સહિતની અન્ય સંભાવનાઓ વચ્ચે સમગ્ર વિશ્વ વસુદેવ કુટુમ્બકમ એટલે કે એક પરિવારની ભાવનાથી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવા આશય સાથે આ સેમિનાર યોજાયો હતો. આ અંગે અંગ્રેજી વિભાગના એચઓડી આદેશપાલે વધુ માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં અમેરીકાના ચીફ ગેસ્ટ મનોહર રામા, સાઉથ એશીયા સ્ટડી સેન્ટરના ડાયરેકટર બોરીસીંગ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.