તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રારંભ:પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ 100 ટકા સ્ટાફ સાથે ધમધમતી થઈ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્નાતક સેમ-5 અને અનુસ્નાતક સેમ-3માં ઓનલાઇન અભ્યાસ શરુ થયો

ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે સાથે કોલેજ અને યુનિવર્સિટીઓમાં નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ૩૦ દિવસના ઉનાળુ વેકેશન બાદ સ્નાતક સેમ-5 અને અનુસ્નાતક સેમ-3માં ઓનલાઇન અભ્યાસક્રમોનું શૈક્ષણિક કાર્ય આજથી શરુ કરવામાં આવ્યું છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરીપત્રમાં ગત તા.30 એપ્રિલથી યુનિવર્સિટી અને સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફની હાજરી સાથે કામગીરી કાર્યરત હતી ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રિત થયા બાદ સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીઓ અને સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફની હાજરી સાથે કામગીરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને વેકેશન પૂર્ણ થયા બાદ આજે સોમવારે પાટણ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા પામ્યો છે. સાથે સાથે તમામ વહીવટી વિભાગમાં 100 ટકા સ્ટાફની હાજરી સાથે યુનિવર્સિટી ધમધમતી થવા પામી છે. નવાશૈક્ષણિક સત્રમાં સ્નાતક સમે-5 અને અનુસ્નાતક સેમ-3માં આજથી ઓનલાઇન શૈક્ષણિક કાર્યના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. જ્યારે નાતક અને અનુસ્નાતક સેમ-1 અને સેમ-6માં પ્રવેશ પ્રક્રિયા પ્રારંભ થઇ ન હોઇ તેનું શૈક્ષણિક કાર્ય હાલમાં શરુ થયું નથી.

આગામી દિવસોમાં સરકારની ગાઈડલાઈન અને સૂચના મુજબ પ્રવેશ પ્રક્રિયા બાદ તેઓનું શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે તેવું યુનિવર્સિટી રજીસ્ટાર ડી.એમ.પટેલે જણાવ્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક બનતા સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ કરી દીધો હતો. તે સાથે જન સેવા કેન્દ્રો ઉપર થતા ઘસારાને ધ્યાનમાં લઇને જન સેવા કેન્દ્રોની કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે નાગરિકોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ કામો અટવાઇ ગયા હતા. કોરોનાનો વેવ ઓછો થતાં આજથી પાટણ જિલ્લાની તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે ધમધમી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...