બિનહરિફ ચૂંટણીના પ્રયત્નો નિષ્ફળ:પાટણ ગુંગડી પાટી સેવા સહ. મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણની કડવા પાટીદાર વાડી ખાતે ચૂંટણીનું યોજાશે - Divya Bhaskar
પાટણની કડવા પાટીદાર વાડી ખાતે ચૂંટણીનું યોજાશે
  • બે મહિલા ઉમેદવારનાં ફોર્મ રદ્દ થતાં સ્ત્રી અનામત બેઠક પર અકે ઉમેદવાર નહી

પાટણની ગુંગડીપાટી સેવા સહકારી મંડળીની આગામી તા. 14મી જૂને યોજાનારી ચૂંટણીઓમાં 13 બેઠકો પૈકી 11 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. આ મંડળીની ચૂંટણી બિનહરિફ કરાવવાનાં પ્રયત્નો છતાં પણ તે શક્ય બન્યું નહોતું. હવે તેની ચૂંટણી અને મતદાન કરવું પડશે.

આ મંડળીની ચૂંટણીમાં 11 બેઠકો માટે 22 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં રહ્યા છે. જેની બે પેનલો થવાની શક્યતા છે. આ મંડળીની બે મહિલા ઉમેદવારીની અનામત બેઠક પરનાં ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો ભરાઇને આવ્યા હતા. પરંતુ તે ચકાસણીમાં રદ થતાં આ બે સ્ત્રી અનામત બેઠકો પર હાલ કોઇ ઉમેદવાર ન હોવાથી 13માંથી 11 બેઠકની જ ચૂંટણી થશે.

એક મહિલા ઉમેદવારે સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યુ છે. એમ ચૂંટણી અધિકારી મુકેશભાઇ બી. પટેલે જણાવ્યું હતું. મહિલા અનામત બેઠક માટે ત્રણ ફોર્મ આવ્યા હતા. હવે 11 બેઠકો માટે તા. 14 મીએ રસાકસી ભરી ચૂંટણી યોજાશે. આ માટે સંભવિત પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું સ્થળ બદલીને પાટણની કડવા પાટીદાર વાડી ખાતે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...