વરણી:પાટણ જી.પં. વર્ગ-૩ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે પ્રકાશ પ્રજાપતિ અને મંત્રી તરીકે હર્ષદ સોલંકીની નિમણૂક

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3કર્મચારી મંડળની બેઠક મળી હતી. જેમાં મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પંચાયત વર્ગ- 3 કર્મચારી મંડળના નવીન પ્રમુખ તરીકે પ્રકાશ પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મંડળના ઉપપ્રમુખ તરીકે જયવદન પટેલ, મંત્રી તરીકે હર્ષદ સોલંકી અને ખજાનચી તરીકે ગોપાલ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

બેઠકમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત તાલુકા પંચાયતના કર્મચારીઓએ હાજરી આપી હતી.જિલ્લા પંચાયતના વર્ગ-3ના કર્મચારીઓના હિતોની રક્ષા માટે બનાવેલ આ મંડળ આગામી સમયમાં સારી કામગીરી કરશે તેવો તમામ કર્મચારીઓએ સુર વ્યક્ત કર્યો હતો. મંડળના પ્રમુખએ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી કર્મચારીઓના હિતો માટે અગ્રેસર રહી કામગીરી કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

મંડળના મંત્રી સહિત તમામ હોદેદારોએ કર્મચારીઓના પ્રશ્નો માટે એકજૂટ રહેશે અને એક કૌટુંબિક ભાવના સાથે સૌને સાથે જોડી અસરકારક અને નિષ્પક્ષ કામગીરી કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...