મતદાન જાગૃતિ:પાટણ સરકારી શ્રીમતી કે કે કન્યા વિદ્યાલય દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મતદાન જાગૃતિ અંતર્ગત સરકારી શ્રીમતી કે કે કન્યા વિદ્યાલય પાટણ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે શુક્રવારના રોજ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી દ્વારા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મતદાનને પોતાની ફરજ સમજી લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. લોકો નિષ્પક્ષ રીતે લોકશાહીનો અવસર ઉજવે અને દેશને સશક્ત બનાવે તેઓ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કે કે ગર્લ્સ વિદ્યાલયના તમામ સ્ટાફ તથા આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ સાથે મળી રેલીના આયોજન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...