તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મહેકી:પાટણ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને ધુળેટીના પર્વ નિમિતે કીટનું વિતરણ કરાયું

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જરૂરીયાત મંદ પરિવારોને મદદ કરાઇ - Divya Bhaskar
જરૂરીયાત મંદ પરિવારોને મદદ કરાઇ
 • ધાણી, ખજૂર, કલર અને પિચકારીની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું

પાટણમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશને જરૂરીયાતમંદ પરિવારોને ધુળેટીના પાવન પર્વે કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. કીટમાં કલર પિચકારી સહિત ધાણી, ખજૂરનું વિતરણ કરાયું છે.

અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાયન્ટ્સ પાટણ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિ શહેરીજનોમાં સરાહનીય બની રહી છે. ત્યારે ધુળેટીના પાવન પર્વ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ દરજી સહિતના સભ્યો દ્વારા શહેરના જુદા જુદા સ્લમ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમવર્ગના જરૂરીયાતમંદ પરિવારોના બાળકોને ધાણી, ખજૂર, કલર અને પિચકારીની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

ધાણી, ખજૂર, કલર અને પિચકારીની કીટનું વિતરણ કરાયું
ધાણી, ખજૂર, કલર અને પિચકારીની કીટનું વિતરણ કરાયું

આ સેવાકીય પ્રોજેક્ટમાં સહયોગી દાતા શૈલેષભાઈ ડાભી સહિત પાટણ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જરૂરીયાત મંદ પરિવારના બાળકોએ ધુળેટી પર્વ નિમિત્તે મળેલી ધાણી, ખજૂર, કલર અને પિચકારીની કીટને સહર્ષ સ્વીકારી હર્ષોલ્લાસ મય વાતાવરણ વચ્ચે ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો