તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પાટણ ઘી બજાર અસોસિએશન દ્વારા સધીમાં અને મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ ઊજવાયો

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો, મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

પાટણમાં ફાગણ વદ પાંચમ રંગપંચમીના દિવસે પ્રાચીન ત્રણ દરવાજાના ગોખમાં સિંધ પ્રાંતમાંથી જ્યોત સ્વરૂપે માં સધીની જ્યોત લાવી સ્થાપના કરવામાં આવી હોઈ પરંપરાગતની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે ઘી બજાર એસોસિએશનના વેપારી મિત્ર મંડળ દ્વારા માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સધી માતા સન્મુખ હવન યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન દંપતિએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી. મંદિરને ફૂલોથી સુશોભિત કરી માતાજીને 56 ભોગનો અન્નકૂટ મનોરથ ધરાવવામાં આવ્યો હતો.દિવસભર ભક્તોનો દર્શન માટે ઘસારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો