તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ સાઈકલ ઉપર રેકી કરી શંકાસ્પદ 26 તેલના ડબ્બા કબ્જે કર્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરી સેમ્પલ લઇ બરોડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા

પાટણ શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમે ગુરૂવારના રોજ બપોરના સમયે પાટણ શહેરના જુનાગજ વિસ્તારમાં આવેલા જય જગદંબા ઓઈલ ડેપોના ગોડાઉન ઉપર તેમજ વિર વિજય ટ્રેડિંગ કુ. નામની દુકાન ઉપર ઓચિંતી રેડ કરી તપાસ હાથ ધરી વિવિધ માર્કા વાળા કુલ 26 તેલના ડબ્બા, જેની કિંમત રૂપિયા 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી સેમ્પલ લઇ બરોડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ ઓફિસર વિજય ચૌધરી જણાવ્યું હતું.

આ બાબતે મળતી વિગતો અનુસાર, પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ ઓફિસર વિજયભાઈ ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેર માંથી બજરંગ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ માંથી કેટલોક તેલનો જથ્થો ભેળસેળ યુક્ત રવાનો કરવામાં આવી રહ્યો છે. જે જથ્થો પાટણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલ જય જગદંબા ઓઈલ ડેપોના નયનભાઈ ખેમચંદભાઈ માખીઝાના ગોડાઉનમાં તેમજ લલીતભાઈ અંબાલાલ મોદીની વિર વિજય ટ્રેડિંગ કુ. નામની દુકાનમા ઉતારવામાં આવનાર હોય જે બાતમીના આધારે છેલ્લા ત્રણ દિવસથી પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ અધિકારી વિજય ભાઈ ચૌધરીએ જાતે સાયકલ ઉપર રેકી કરી ગુરૂવારના રોજ પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળ ઉપર ઓચિંતી રેડ કરી તપાસ કરતા મળેલી બાતમી અનુસાર બન્ને સ્થળ ઉપરથી કુલ 26 જેટલા શંકાસ્પદ તેલના ડબ્બામાંથી સેમ્પલ લઇ તમામ ડબાઓ કબ્જે કરી સેમ્પલને બરોડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પાટણ ફુડ વિભાગના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં તેલિયા રાજાઓની દુકાન ઉપર અને ગોડાઉન ઉપર ઓચિંતી રેડ કરી તપાસ હાથ ધરી હોવાની ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં થતા કેટલાક વેપારીઓ પોતાની દુકાને તાળા મારીને ભૂગર્ભ માં ગરક થઈ જવા પામ્યા હતા. તો અધિકારીઓની રેડના પગલે કેટલાક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગુરૂવારના રોજ બપોરના સુમારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલ જય જગદંબા ડેપોનાં ગોડાઉન તેમજ વિર વિજય ટ્રેડિંગ કુ. નામની દુકાનમાંથી કાઠીયાવાડી સોયાબીન તેલના 6 ડબ્બા, ગોલ્ડન સોયાબીન તેલના 4 ડબ્બા, ગુલાબ ડબલ ફિલ્ટર સિંગતેલના 3 ડબ્બા, મહાલક્ષ્મી સરસવ તેલના 2 ડબ્બા અને રવિ સોયાબીનના 11 ડબ્બા મળી કુલ 26 તેલના ડબ્બા કિ.રૂ.64 હજારનો માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર અધિકારી વિજય ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...