ચોમાસાને લઇ ફાયર વિભાગ એક્શનમાં:પાટણમાં પુરની સ્થિતિને પહોંચી વળવા ફાયરની ટીમે બોટને કેનાલમાં 3 કિં.મી. દોડાવીને ચકાસણી કરી તૈયાર કરી દીધી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 ફાયરમેનની ટીમ દ્વારા ચંદ્રમાણા ગામ નજીક કેનાલમાં 3 કિં.મી. બોટ દોડાવાઇ

પાટણ નગરપાલિકાની ફાયર શાખા દ્વારા પ્રોમોન્સુન કામગીરી અંતર્ગત યાંત્રિક બોટનું પરિક્ષણ નર્મદા કેનાલમાં કરવામાં આવ્યું હતું. જેમાં બોટ રાહત બચાવની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાયા બાદ ફાયર શાખા દ્વારા તેની પાસેની યાંત્રિક બોટનું પરીક્ષણ નર્મદા કેનાલમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા અને નગરપાલિકા ફાયર કચેરીના સ્નેહલ મોદી અને અશ્વિન પ્રજાપતિ સહિત 8 ફાયરમેનની ટીમ ચીફ ઓફિસરની મંજૂરીથી બોટ લઈને પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરીમાં બોટની કાર્યક્ષમતાની ચકાસણી માટે ચંદ્રુમાણાથી ફુરજા તરફ 3 કિલોમીટર સુધી નર્મદા કેનાલમાં દોડાવી હતી. જેમાં બોટ બરાબર જાણાઈ હતી તેમ અશ્વિન પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...