દાન:પાટણના પરિવારે ટ્રેક્ટર ભરી લીલી મકાઈ અને સાગર દાણનું દાન વચ્છરાજ ધામમાં કર્યું

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળાઓમાં ઘાસચારાની અછત હોવાથી દાન કર્યું

પાટણ શહેરના બળીયા પાડા વિસ્તારમાં રહેતા શ્રીમતી ચંદ્રિકાબેન દિનેશભાઈ હીરાલાલ પટેલના પરિવાર દ્વારા કચ્છના નાના રણમાં બિરાજતા વચ્છરાજ દાદાના ધામમાં ગાયોના નીરણ માટે લીલી મકાઈ 5 હજાર કિલો અને સાગર દાણ ટ્રેક્ટર ભરી દાન કરવામાં આવ્યું હતું.

મોંઘા ઘાસચારા અને દાનની અછત વચ્ચે ગૌશાળાઓમાં ઘાસચારાની અછત હોય એવા સમયમાં ગૌમાતા માટે ખેતરમાં ઉભેલા મકાઈનો પાક સહિત સાગર દાણ ટ્રેકટર ભરી ગૌમાતા માટે વચ્છરાજ ધામમાં પહોંચડતા સૌ જીવદયા પ્રેમીઓમાં પરિવારની સરહાના જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...